અમદાવાદ : મકાન માલિકના પુત્રની ગંદી હરકત, સ્નાન કરતી મહિલાનો વીડિયો ઉતાર્યો

બાપુનગર પોલીસે મકાન માલિકના પુત્રની કરી અટકાયત

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી છે. જેમાં એક નરાધમે સ્નાન કરી રહેલી મહિલાનો વીડિયો ઉતારી રહ્યો હતો. જો કે મહિલાની નજર પડતા આરોપી ભાગી ગયો હતો. મહિલા પોતાના ઘરમાં સ્નાન કરી રહી હતી ત્યારે મકાન માલિકના દિકરાએ મોબાઈલથી આ મહિલાનો સ્નાન કરતો વીડિયો બનાવ્યો હતો. આ દરમિયાન મહિલા મોબાઈલમા વીડિયો બનતાં જોઈ જતાં વીડિયો ઉતારનાર યુવક ભાગી ગયો હતો. મહિલાએ તેના મકાન માલિકને તેમનો પુત્ર આવું કૃત્ય કરતો હોવાની જાણ કરી ત્યારે તેઓએ સમગ્ર બાબતને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. મહિલાએ આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે મકાનમાલિકના પુત્ર સામે ગુનો નોંધી અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

અમદાવાદના બાપુનગરમાં રહેતી મહિલા બપોરના બારેક વાગ્યે ઘરની ચોકડીમાં સ્નાન કરી રહી હતી. પણ તે દરમિયાન જ દિવાલ પર લગાવેલી લોખંડની જાળીમાં તેને કાંઈક હલચલ દેખાઈ હતી. મહિલાએ ધ્યાનથી જોયું તો એક હાથમાં મોબાઈલ જોવા મળ્યો હતો. જેથી મહિલાએ બૂમાબૂમ મચાવી દેતાં આરોપી ત્યાંથી ભાગી નીકળ્યો હતો.

મહિલા તરત જ કપડાં પહેરીને બાથરૂમની બહાર આવી ગઈ હતી. અને મકાનમાલિક સહિત આસપાસનાં લોકોની પૂછપરછ કરી હતી. પણ કોઈએ પણ ત્યાં કોઈ યુવકને જતો જોયા ન હતો. જે બાદ મહિલા પોતાના સંબંધીને બોલાવી લાવી હતી. અને મકાનમાલિકના પુત્રના ફોન તપાસ્યા હતા. મહિલાએ બાથરૂમમાંથી મોબાઈલ ફોનનું કવર જોઈ લીધું હતું. જે મકાન માલિકના નાના પુત્રના ફોનને મળતું આવતું હતું. આ મામલે મહિલાએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે.

 74 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર