‘લંકેશ’ અને ‘નટુકાકા’ 2 પ્રતિભાશાળી કલાકારો ગુમાવ્યા

વડાપ્રધાન મોદીએ શૉક વ્યક્ત કર્યો

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બે દિગ્ગજ કલાકારોએ દુનિયાને અલવિદા કહી દીધું છે. રવિવારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુ કાકા એટલે ઘનશ્યામ નાયકનું નિધન થયું છે છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારી સામે લડી રહ્યા હતા. અભિનેતાએ 77 વર્ષની ઉંમરે મુંબઈ ખાતે અંતિમ શ્વાસ લીધા છે. ગઈકાલે મોડી રાત્રે રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં રાવણનું ફેમસ પાત્ર ભજવનાર કલાકાર અરવિંદ ત્રિવેદીનું દુખદ નિધન થયું છે. અરવિંદ ત્રિવેદીએ આ ઉપરાંત ઘણા નાટક સહિત હિન્દી-ગુજરાતી ફિલ્મો સહિત સિરિયલ્સમાં અભિનય કર્યો છે. આ બન્ને કલાકારોના નિધનથી ટીવી અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ નટુકાકા અને અરવિંદ ત્રિવેદીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, આપણે 2 પ્રતિભાશાળી કલાકારો ગુમાવ્યા છે. ઘનશ્યામ નાયક બહુમુખી ભૂમિકા માટે યાદ રહેશે. તો અરવિંદ ત્રિવેદી જનસેવા માટે ઉત્સાહી હતા. રામાયણમાં તેમના અભિનય માટે તેઓ કાયમ યાદ રહેશે. બંને કલાકારોના પરિવારજનો, પ્રશંસકો પ્રત્યે સંવેદના છે.

રામાયણમાં શ્રીરામનું પાત્ર ભજવનારા અરૂણ ગોવિલે ટ્વિટ કરી પોતાના નજીકના મિત્ર અરવિંદ ત્રિવેદીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું, આધ્યાત્મિક રૂપથી રામ અવતારનું કારણ અને સાંસારિક રૂપથી ખૂબ જ સારા, ધાર્મિક, સરળ સ્વભાવના માણસ અને મારા અતિપ્રિય મિત્ર અરવિંદ ત્રિવેદીજીને આજે માનવ સમાજે ગુમાવી દીધા છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે તેઓ સીધા પરમલોકમાં જશે અને ભગવાન શ્રીરામનું સાનિધ્ય પ્રાપ્ત કરશે.

રામાયણ સિરિયલમાં ‘રાવણ’નું પાત્ર ભજવનારા દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું 82 વર્ષની વયે નિધન થયું છે. અરવિંદ ત્રિવેદીએ 300થી વધુ ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. અરવિંદ ત્રિવેદીએ ફિલ્મો ઉપરાંત અનેક નાટક સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મો સહિત સિરિયલ્સમાં પણ અભિનય કર્યો છે. અરવિંદ ત્રિવેદીએ મુંબઈના કાંદિવલી સ્થિત નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા છે. અભિનેતા અરવિંદ ત્રિવેદીનું મૂળ વતન ઈડરના કુકડિયા ગામ છે. 1991થી 1996 સુધી સાંસદ સભ્ય તરીકે પણ તેઓ રહ્યા અને 2002માં ભારતીય સેન્સર બોર્ડના કાર્યકરી ચેરમન રહ્યા હતા. અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. પણ નસીબ તેમને અભિનયની દુનિયામાં લઈ આવ્યુ હતું. તેમની કારકિર્દીની શરૂઆત ગુજરાતી નાટકોમાંથી થઇ હતી. તેમનાં ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં સુપરસ્ટાર હતાં.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી