દિલ્હીમાં દેશના સૌથી મોટા રેકેટનો પર્દાફાશ, 2500 કરોડનું ડ્રગ્સ જપ્ત

દિલ્હી પોલીસની મોટી સફળતા, 4 આરોપીની ધરપકડ

દેશમાં અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ સિન્ડિકેટ દિલ્હીમાંથી પકડાઈ છે. દિલ્હી પોલીસના સ્પેશ્યિલ સેલ દ્વારા આંખો ફાટી જાય તેટલી કિંમતનુ ડ્રગ્સ પકડવામાં આવ્યુ છે.

દિલ્હી પોલિસના સ્પેશિયલ સેલ દ્વારા 350 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે અને તેની કિંમત 2500 કરોડ રુપિયા થવા જાય છે.પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો અને તેમાં ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. જે પૈકી 3 આરોપીઓને હરિયાણાથી અને એકને દિલ્હીમાંથી પકડવામાં આવ્યો છે.આ આરોપીઓની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

જોકે આ ડ્રગ્સ સિન્ડિકેટમાં બીજા લોકો પણ સામેલ હોવાની આશંકા પોલીસને છે અને આ મામલામાં બીજા લોકોની પણ ધરપકડ થાય તેવી શક્યતાઓ છે.

ભારતમાં ડ્રગ્સનુ દુષણ વધી ગયુ છે.જેના પગલે ડ્રગ્સ માફિયાઓ પણ અલગ અલગ બોર્ડરથી ડ્રગ્સને ભારતમાં ઘૂસાડી રહ્યા છે. તાજેતરમાં નવી મુંબઈના બંદર પરથી કસ્ટમ વિભાગને ડ્ર્ગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો.પંજાબમાંથી ડ્રગ્સ ઝડપાવાની ઘટનાઓ અવાર નવાર બનતી રહી છે.

જોકે દિલ્હીમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડાયો હોવાથી સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે.આ ડ્રગ્સ ક્યાંથી આવ્યુ અને કેવી રીતે વેચવામાં આવતુ હતુ તેની તપાસ ચાલી રહી છે.

નોંધનીય છે કે, આ અગાઉ મે મહિનામાં દિલ્હી પોલિસે 125 કિલો ડ્રગ્સ સાથે બે અફઘાનિસ્તાની નાગરિકોની ધરપકડ કરી હતી. બન્ને આરોપીઓ પતિ-પત્ની હતા.

 63 ,  1