રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક, ચહેરા પર દેખાઈ ગ્રીન લેઝર લાઈટ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેઠી બેઠક પરથી પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું. જે બાદ ઓ મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમના માથા પર લેસર ગન તાકવામાં આવી હતી. ખૂબ ટૂંકા ગાળામાં આવું સાત વખત કરવામાં આવ્યું હતું.

રાહુલના માથાના જમણી તરફ બે વખત ગન તાકવામાં આવી હતી. પૂર્વ સુરક્ષા અધિકારીઓએ આ વીડિયો ફૂટેજ તપાસ્યા બાદ એવો મત વ્યક્ત કર્યો હતો કે આ લેસર લાઇટ સ્નાઇપર ગનની હોઈ શકે છે.

કોગ્રેસે દાવો કર્યો છે કે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી પર અમેઠીમાં હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે દાવો કર્યો છે કે, અમેઠીમાં હુમલાખોરો રાહુલ ગાંધી પર સાત વખત નિશાન સાધવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના દાવા બાદ ચૂંટણીના વાતાવરણમાં વધુ ગરમાવો આવી ગયો છે.

હાલ આ મામલે કોંગ્રેસે ગૃહ મંત્રાલયને એક પત્ર લખી, રાહુલ ગાંધીની સુરક્ષામાં ખામી થઈ હોવાની ફરિયાદ કરી છે.

 82 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી