છેવાડાના માનવીને સત્વરે સચોટ ન્યાય મળે : કૌશિકભાઇ પટેલ

સ્વાગત ઓન લાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલ કોઇપણ નાગરિક ખોટી રીતે હેરાન થાય નહીં તેની તંત્ર વધુ કાળજી રાખે.સમસ્યાઓના ઝડપી ઉકેલ આવે તે માટે અધિકારી-કર્મચારીઓ અંગત રસ દાખવે નાગરિકોની ઉપસ્થિતિમાં રાજ્યના વહીવટી તંત્ર સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા તેમના પ્રશ્નોનો સ્થળ પર ઉકેલ લાવતા કહ્યું કે, રાજ્યના છેવાડાના નાગરિકોને સત્વરે સચોટ ન્યાય મળે તે માટે સૌ અધિકારી-કર્મચારીઓ કાળજી રાખે તે જરૂરી છે તે માટે વહીવટી તંત્રએ નાગરિકો પ્રત્યે સહાનુભૂતિ દાખવવી જોઇએ. નાગરિકોએ સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને ઝડપથી તેમની સમસ્યાનું નિરાકરણ થાય તે માટેના પ્રયાસો કરવા સૂચનાઓ આપી હતી.

જનપ્રશ્નોના સચોટ ઉકેલ માટેનું સૌથી વધુ અસરકારક માધ્યમ એટલે ‘સ્વાગત’ ઓન લાઇન કાર્યક્રમ તેમ ઉમેરી મંત્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલતાપૂર્વક રાજ્યના નાગરિકોની ચિંતા કરી રહી છે. રાજ્ય સરકાર સમાજના તમામ વર્ગોના લોકોને ઝડપી ન્યાય મળી રહે તે માટે સ્વાગત કાર્યક્રમ ચલાવી રહી છે. મંત્રી કૌશિકભાઇ પટેલે વધુમાં ઉમેર્યું કે, મહેસુલી કાયદાઓમાં મોટા પાયે જનહિતલક્ષી પરિવર્તનો કરી રાજ્યના સામાન્ય જનની સુખાકારીને પ્રાધાન્ય આપ્યું છે. જેથી દિવસે દિવસે લોકોનો વહીવટીતંત્ર ઉપરનો ભરોસો વધુ મજબુત બન્યો છે.

પ્રત્યેક માસના ચોથા ગુરૂવારે યોજાતા આ રાજ્ય કક્ષાના ‘સ્વાગત’ઓન લાઇન કાર્યક્રમની શરૂઆત વર્ષ-૨૦૦૩માં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કરી હતી. જેની અપ્રતિમ સફળતાને ધ્યાને લઇ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્વાગતની શરૂઆત કરાઇ છે. આજ રોજ,સુરત, વડોદરા, આણંદ, ખેડા અને અમદાવાદ જિલ્લાના મહેસુલ અને ગૃહ વિભાગના વિવિધ જનપ્રશ્નોનો મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલે સ્થળ પર જ હકારાત્મક નિકાલ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીના અગ્રસચિવ અશ્વિનીકુમાર સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી