લતા મંગેશકરે ધોનીને કહ્યું, દેશને તારી જરૂર છે, ટીમ ઇન્ડિયા માટે ગીત શેર કર્યું

ક્રિકેટ વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે 18 રનથી પરાજય થયો હતો. આ સાથે જ એવી ચર્ચાને પણ વેગ મળ્યો કે એમ એસ ધોની રિટાયરમેન્ટ લેવાનો છે.

આ સમય દરમિયાન બોલિવૂડ સિંગર લતા મંગેશકરે ઈન્ડિયન ક્રિકેટર એમ ધોનીને ક્રિકેટમાંથી નિવૃત્તિ ના લેવાની અપીલ કરી છે અને ટીમ ઈન્ડિયા માટે ગુલઝારનું ગીત શૅર કર્યું છે.

લતા મંગેશકરે ટ્વિટર પર ટ્વીટ કરીને કહ્યું હતું, ‘નમસ્કાર એમ એસ ધોનીજી, આજકાલ હું સાંભળી રહી છું કે તમે રિટાયર થવા માગો છો. મહેરબાની કરીને તમે આવું ના વિચારો. દેશને તમારી રમતની જરૂર છે અને હું પણ વિનંતી કરું છું કે નિવૃત્તિનો વિચાર હાલ મનમાં લાવશો નહીં.’

 58 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી