સુરત : કાપોદ્રામાં મોડી રાત્રે માથાભારે શખ્સની ઘાતકી હત્યા

તીક્ષ્ણ હથિયારના ઘા અને લાકડાના ફટકા ઝીંકી હત્યા કરાઈ

સુરતના કાપોદ્રામાં મોડી રાત્રે માથાભારે શખ્સની ઘાતકી હત્યા કરી દેવામાં આવતા વિસ્તારમાં ફફરાટ ફેલાઇ ગયો હતો. લાકડાના ફટકા અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. બનાવ બાદ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસમાં લાગી હતી.

શહેરના કાપોદ્રા સ્નેહમુદ્રા સોસાયટી પાસે માથાભારે શખ્સ દિલીપ ઉર્ફે દીપક રઘુ બારૈયાની અજાણ્યા સખ્શોએ લાકડાના ફટકા અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. દિલીપ બુધવારે રાત્રે 10:30ના અરસામાં કાપોદ્રા સ્નેહમુદ્રા સોસાયટી પાસે આવેલા સુરત મહાનગરપાલિકાના પાર્કિંગ પાસે મિત્રો સાથે બેઠો હતો, ત્યારે જ આશરે પાંચેક જેટલા અજાણ્યા શખસે તેની પર લાકડાના ફટકા અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતાં દિલીપ સ્થળ પર જ ફસડાઈ પડ્યો હતો.

પ્રાથમિક મળતી માહિતી અનુસાર, દિલીપ સામે અનેક જમીનોમાં વિવાદ ઊભો કરી સમાધાન કરવા ઉપરાંત ખંડણીના પણ અનેક ગુનાઓ તેની સામે નોંધાયા હતા. જોકે હત્યાનું કારણ કાપોદ્રા પોલીસ તપાસમાં જ બહાર આવશે.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી