પુલવામામાં મોડી રાતે આતંકીઓ સેના વચ્ચે અથડામણ

જમ્મુ-કાશ્મીરમાં આંતકીઓ બેફામ, એક જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી આંતકીઓ દ્રારા સતત કાયર હરકત કરી રહ્યા છે. આજે ફરી જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરૂવાર મોડી રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો આ એન્કાઉન્ટરમાં સૈન્યના એક જવાન શહીદ થયા છે, જ્યારે સામે એક આતંકી પણ માર્યો ગયો હોવાના એહવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કાશ્મીર ઝોન પોલીસે આ અંગે માહિતી આપી હતી.

આ પહેલા કાશ્મીર ઝોન પોલીસે કહ્યું હતું કે પુલવામાના હાજિન રાજપોરામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સુરક્ષા દળોને આ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છૂપાયા હોવાની બાતમી મળ્યા પછી છે જે બાદ સૈન્યે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો શંકાસ્પદ ઠેકાણા પર પહોંચતાંની સાથે જ આતંકવાદીઓએ તેમના ઉપર ગોળીબાર શરૂકરી દીધો હતો જેના પગલે આપણા સૈન્યે જડબાતોડ જવાબ આપવા સુરક્ષા દળોએ મોરચો સંભાળી લીધો હતો અને ભારે ગોળીબાર કર્યો હતો.

 57 ,  1