ગાંધીનગરમાં દારૂની મહેફીલ પર મોડી રાત્રે પોલીસ ત્રાટકી..

અર્ધનગ્ન 9 યુવતીઓ, 4 યુવકો નશામાં નશામાં ઝડપાયા

કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતા 13 યુવક-યુવતીઓ નશાની હાલતમાં પકડાયા

ગાંધીનગરમાં ગઈકાલે મોડી રાતે દારૂની મહેફિલ માણતા અર્ધનગ્ન 9 યુવતીઓ સહિત 4 યુવકો ઝડપાયા છે. ઇન્ફોસિટી પોલીસના હદ વિસ્તારના સ્વાગત એફોર્ડ સોસાયટીના ફ્લેટમાં દારૂની મહેફિલ ચાલતી હતી. આ દરમિયાન પોલીસે રેડ કરી હતી.

યુવક અને યુવતીઓ ભેગા મળી જોર જોરથી સ્પિકર વગાડી અવાજ કરતા હોવાની ફરિયાદ મળતા પોલીસે રેડ કરી હતી. જેમાં બર્થડે પાર્ટીની ઉજવણીની આડમાં દારૂની મહેફિલ માણતા કર્ણાવતી ડેન્ટલ કોલેજના યુવક યુવતી મળીને 13 ભાવિ ડોક્ટરોને ઈન્ફોસિટી પોલીસે ઝડપી લીધા છે.

ઇન્ફોસિટી પોલીસને બાતમી મળી હતી કે, સ્વાગત એફોર્ડ સોસાયટી ફ્લેટ નં એક્ષ-501માં કેટલાક છોકરા અને છોકરીઓ ભેગા મળી જોરજોરથી સ્પિકર વગાડી અવાજ કરે છે. જેનાં પગલે પીઆઈ પી.પી. વાઘેલા તેમજ તેમની ટીમે બાતમી વાળી જગ્યાએ રેડ કરી હતી. જ્યાં ફ્લેટ નં એક્ષ/501 માં છોકરા છોકરીઓ દારૂના નશામાં મળી આવ્યા હતા. જેમાં અર્ધનગ્ન હાલતમાં હાલતમાં યુવતીઓ દારૂના નશામાં ચકચૂર થઈને પલંગ પર પડી રહી હતી. ઉપરાંત સમ્રાટ નમકીનના પડીકા તથા ઇંગ્લિશ દારૂની ખાલી કાચની બોટલ તથા પ્લાસ્ટીકના ગ્લાસ પણ મળી આવ્યા હતા.

પોલીસે દારૂના નશામાં ચૂર યુવક યુવતીઓની પૂછતાછ કરતાં તેઓ કર્ણાવતી ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તમામની પૂછપરછ કરતાં તેમણે પોતાના નામ અક્ષત વરપ્રર્ષાદ તનકુ, સ્મૃતિ સદાનંદ પુજારી, પૂજા મંગેશભાઇ સાંબારે, પ્રજ્વલ વિજયભાઇ કશ્યપ, પાર્થ રાજેન્દ્રભાઇ સોજીત્રા, અર્જુન દીલીપભાઇ કાનત, શ્રીજા શ્રીનીવાસ અપન્ના, નમ્રતા મનોજભાઇ અગ્રવાલ, દીવ્યાન્શી મેહુલભાઇ શર્મા, શ્રેયા રામાનંદ મિશ્રા, નિહારીકા રાહુલ જૈન, ભવ્ય સુરેન્દ્રકુમાર રાવત, અવની રાકેશભાઇ અગ્રવાલ હોવાની કબૂલાત કરી હતી.

 165 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી