અમદાવાદ : સાયબર સેફ મિશનનો પ્રારંભ, CM ભુપેન્દ્ર પટેલે કર્યાં વખાણ

નવા જમાનાને અનુરૂપ પોલીસ બેડાએ કૌશલ્ય મેળવ્યું : મુખ્યમંત્રી

દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સાયબર ક્રાઈમના બનાવોમાં વધારો થયો છે પરંતુ ગુજરાત પોલીસે આધુનિક ટેકનોલોજીનો વધારેમાં વધારે ઉપયોગ કરીને સાયબર ક્રાઈમના ગુનાઓને અટકાવવાની દિશામાં સુંદર કામગીરી કરી છે. તેમજ સાઈબર ક્રાઈમના ગુનાઓને ડામવામાં પોલીસ સજ્જ છે, તેમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું હતું.

ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરાયેલી નવતર પહેલ સાયબર સેઇફ મિશનનો પ્રારંભ કરાવ્યો હતો.તેમણે કહ્યું કે હવેનો યુગ મોબાઈલ અને ઈન્ટરનેટ તથા સાયબરનો યુગ છે. અને તેના વધતા વ્યાપ સાથે સાયબર ક્રાઇમ કરનારા લોકો પણ મોટા પ્રમાણમાં આવા ગુનાઓ કરી લોકોને છેતરવા, નાણાં હજમ કરી જવા જેવી પ્રવૃતિ આચરતા થયા છે. ત્યારે સમાજમાં આવા ગુનાઓ સામે જન જાગૃતિ જગાવવામાં આ સાયબર સેઇફ મિશન એક સક્ષમ માધ્યમ બનશે.

સાયબર સેફ મિશન કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેરના ૪૦૦થી વધુ નાગરિકોના ખોવાયેલા અને ચોરી થયેલા મોબાઇલ મુખ્યમંત્રીએ સંબંધિત વ્યક્તિઓને પ્રતિક સુપ્રત કર્યા હતા. રાજ્યની મહિલાઓને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન આપતું સાયબર સેફ ગર્લ પુસ્તકનું પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત પોલીસ દ્વારા શાળા-કોલેજના વિદ્યાર્થીઓમાં સાયબર હેકિંગ અને સાયબર ફ્રોડ અંગેની જાગૃતતા કેળવાય અને આ પ્રકારના ગુનાનો ભોગ બનતા વિદ્યાર્થીઓ અટકે તે માટે યોજાયેલ હેકાથોનના વિજેતા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

લોકોને સાયબર ક્રાઈમનો ભોગ બનતા અટકાવવા માટે એક જન આંદોલન ઊભું કરવાની જરૂર છે, લોકો જેટલા વધુ માહિતગાર હશે એટલા જ સુરક્ષિત રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી,શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ આ અવસરે પ્રાસંગિક સંબોધન કર્યા હતા.

રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, મુકેશ ભાઈ પટેલ,અમદાવાદના મેયર કિરીટ ભાઈ, સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષ હિતેશ ભાઈ બારોટ, શહેર પ્રમુખ અમિત ભાઈ શાહ તેમજ પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા,પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી