વડોદરામાં ગુજરાતની પ્રથમ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટની શરૂઆત

વિમાનમાં ઉઠાવો ભોજનનો લુફ્ત

તમારામાંથી ઘણા લોકો હશે જેને એરક્રાફ્ટમાં બેસી ભોજન જમવાની ઈચ્છા હશે. ત્યારે હવે ગુજરાતની સૌ પ્રથમ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ વડોદરામાં શરૂ કરવામાં આવી છે. આ રેસ્ટોરન્ટમાં પ્લેનની જેમ જ એનાઉન્સમેન્ટ કરવામાં આવશે.

વડોદરા નજીક તરસાલી બાયપાસ પાસે ગુજરાતની પ્રથમ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટનો શુબારંભ કરાયો છે. જેના કારણે વડોદરા તેમજ વડોદરાની આસપાસની જનતા એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં જમવાનો આનંદ માણી શકશે. રિયલ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટની અંદર જે પ્રકારે સુવિધાઓ હોય છે તેવી તમામ સુવિધાઓ અહીં આપવામાં આવી રહી છે. એકસાથે 102 વ્યક્તિ ભોજનનો સ્વાદ માણી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં પંજાબી, ચાઈનીઝ, કોન્ટિનેન્ટલ, ઈટાલિયન, મેક્સિકન અને થાઈ ફૂડની તમે મજા માણી શકો છો. એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ હાઈ-વે પર બાયપાસ રોડ પર આવેલી હોવાથી મોડી રાત સુધી તમે અહીં ભોજનનો લુફ્ત ઉઠાવી શકો છો. હાલ આની કિંમત અંદાજે 2 કરોડ સુધીની છે.

એરક્રાફ્ટ રેસ્ટોરન્ટના માલિકે જણાવ્યું હતું કે તેમને આ રેસ્ટોરન્ટ બનાવવામાં ઘણો સમય લાગ્યો છે. તેમણે આ પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ અચાનક જ કોરોના મહામારી આવવાને કારણે પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં ઘણો સમય વીતી ગયો, જેને કારણે રેસ્ટોરન્ટને ખુલ્લી મુકવામાં ઘણો વિલંબ થયો.

ઉલ્લેખનીય છે કે, વિશ્વના 8 શહેરો અને ભારતના આ ચોથા શહેરમાં આ પ્રકારની એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ છે. વિશ્વમાં ન્યૂઝીલેન્ડમાં શહેર ટાઉપો, ઘાનાની રાજધાનીનું શહેર આક્રા, પંજાબના લુધિયાણા, હરિયાણાના મોરી સહિતનાં દુનિયાનાં આઠ એવાં શહેરોમાં આવી એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ આવેલી છે.

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી