દિલ્હીમાં ‘જ્યાં વોટ ત્યાં વેક્સિનેશન’ અભિયાનની શરૂઆત…

૪૫ વર્ષથી વધુની વયના લોકો માટે વેક્સિનેશન અભિયાન કરાયું ચાલુ

કોરોના કાળ પૂરો થતા જ વેક્સિનેશનની પ્રક્રિયાને વધારે વેગ આપવાના ઉદ્દેશ્યથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી કે, ૪૫ વર્ષથી વધુની વયના લોકો માટે દિલ્હીમાં આજથી એક અભિયાન શરૂ કરાઇ રહ્યો છે, જેનું નામ ‘જ્યાં વોટ ત્યાં વેક્સિનેશન’ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ,અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જો કેન્દ્ર તરફથી સતત વેક્સિન મળતી રહેશે તો ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકોને એક મહિનામાં વેક્સિન આપી દેવાશે. તેમણે કહ્યું કે, ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકો સેન્ટર્સ પર ઘણી ઓછી સંખ્યામાં આવી રહ્યાં છે. હવે દિલ્હી સરકાર લોકોને ઘરે-ઘરે જઇને વેક્સિનેશનની અપીલ કરશે. હવે લોકોને પોલિંગ સેન્ટર પર વેક્સિનેશનની સુવિદ્યા આપવામાં આવશે. જેથી લોકોને રસી લેવામાં કોઇ મુશ્કેલી ન પડે.

વધુમાં, કેજરીવાલે કહ્યું કે, શરૂઆતમાં ૭૦ વોર્ડમાં આની શરૂઆત કરાશે. બુથ લેવલ ઓફિસર હવે લોકોના ઘરે જશે, ૪૫થી વધુ ઉંમરના લોકો વિશે પૂછશે અને રસી લગાવશે. જો કોઇને વેક્સિન લાગી નથી, તો ઓફિસર તેમને સ્લોટ આપશે. કેજરીવાલ અનુસાર, ૫૭ લાખ લોકો ૪૫થી વધુ ઉંમરના છે. હાલ ૨૭ લાખને પ્રથમ ડોઝ અપાયો છે, જ્યારે ૩૦ લાખને આવતાં મહિને લગાવવાનો પ્લાન છે. રસી લેવા ઇચ્છતાં લોકોને ઇ-રિક્ષાની સગવડ પણ અપાશે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે, આગામી બે દિવસ પોલિંગ બુથ ઓફિસર પોતાના બુથના ઘરોમાં જશે, આવનારા બે દિવસના સ્લોટ આપીને આવશે અને પછી બધાને રસી અપાશે. દરેક અઠવાડિયે આ પ્રક્રિયા ચાલશે. ચાર અઠવાડિયામાં તમામ લોકોને આવરી લેવાશે.

હાલમાં દિલ્હી સરકાર દ્વારા એક મહત્વનું કહી શકાય તેવું પગલું લેવાયું છે ,આગામી સમયમાં જોઈએ તે કેટલે અંશે સાર્થક નીવડે છે .

 52 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર