Pulsarની સૌથી પાવરફૂલ બાઇક થઈ લૉન્ચ, ધનતેરસ પર મચાવશે ધૂમ…

1.5 લાખથી ઓછી કિંમત સાથે ફીચર્સ જાણી ખુશ થઈ જશો..

નવી બજાજ પ્લસર 250 આખરે લોન્ચ થઈ ગઈ છે. નવી 250CC બજાજ પલ્સર રેન્જ F250 અને N250 આ 2 વેરિએન્ટ્સમાં લોન્ચ થઈ છે. રોડસ્ટર વાળી મોટરસાઈકલ નવી બજાજ પલ્સરની શરૂઆતી કિંમત 1.38 લાખ રૂપિયા છે. ત્યાં જ સેમી-ફેયરિંગ ડિઝાઈન વાળી બજાજ પલ્સર F250ની કિંમત 1.40 લાખ રૂપિયા છે.

નવી બજાજ પલ્સર 250 નેક્ડ વેરિએન્ટનું ઈન્ડિયન માર્કેટમાં સીધો મુકાબલો Yamaha FZ 250 અને Suzuki Gixxer 250 સાથે થશે. ત્યાં જ નવી પલ્સર F250 બાઈક Suzuki Gixxer SF 250ને ટક્કર આપશે. નેક્સ્ટ જનરેશન Pulsar 250 હાલના પલ્સર રેન્જના મુકાબલે વધુ અગ્રેસિવ ડિઝાઈનની સાથે આવે છે. આ વોલ્ફ-આઈડ ડિઝાઈન, LED DRLની સાથે એલઈડી પ્રોજેક્ટ હેડલેન્પ્સ અને નવા LED ટર્ન ઈન્ડીકેટર્સની સાથે આવી છે.

નવા પલ્સર 250માં સ્પ્લિટ સીટ સેટઅપ, મસ્કુલર ફ્યુલ ટેન્ક આપવામાં આવ્યું છે. નવી Pulsar 250 બાઈકના અમુક સ્ટાયલિંગ એલીમેન્ટ્સ RS200થી મળતા આવે છે. નવી બજાજ પલ્સર 250 રેન્જમાં નવા 249ccનું સિંગલ-સિલિન્ડર, 2-વોલ્વ, ઓઈલ કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. જે 8,750 rpm પર 24.5PSનો પાવર અને 6,500 rpm પર 21.5Nmનું પીક ટોર્ક જનરેટ કરે છે. બાઈકમાં 5 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યા છે. સ્મૂધ ડાઉનશિફ્ટ માટે બાઈકમાં સ્લિપ એન્ડ આસિસ્ટ ક્લચ આપવામાં આવ્યા છે.

બ્રેકિંગ ડ્યુટીઝ માટે નવી બજાજ પલ્સર 250માં 300mm ફ્રંટ ડિસ્ક અને 230mm રિયર ડિસ્ક બ્રેક્સ આપવામાં આવ્યું છે. મોટરસાયકલમાં સ્ટેડર્ડના રૂપમાં સિંગલ-ચેનલ ABS આપવામાં આવ્યું છે. બાઈકના સસ્પેન્શન મેકેનિઝમમાં ટેલિસ્કોપિક ફ્રંટ ફોર્ક્સ અને રિયરમાં નિટરોક્સની સાથે મોનોશોક યુનિટ આપવામાં આવ્યું છે. બાઈકમાં 14 લીટરનું ફ્યુલ ટેન્ક આપવામાં આવ્યું છે.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી