ભૂમિદળની કમાન સંભાળીને ઇતિહાસમાં નામ લખાયું આ મહિલાનું…!

હવે કોઈ ક્ષેત્ર એવું નથી રહ્યું જ્યાં માત્ર પુરુષોનો જ દબદબો હોય છે, અત્યારે દરેક ક્ષેત્રે મહિલાઓ આગળ આવીને નેતૃત્વ કરી રહી છે. તાજેતરમાં અમેરિકામાં બ્રિગેડિયર જનરલ લૌરા યેગરે ઇતિહાસ રચ્યો છે. લૌરા યેગરને અમેરિકાની સેનાના ભૂમિદળ ડિવિઝનનું નેતૃત્વ સોંપવામાં આ‌વ્યું છે.

1917માં સ્થાપિત કેલિફોર્નિયાના લોસ અલમિતોસના જોઇન્ટ ફોર્સેજ ટ્રેનિંગ બેઝના 40મા ભૂમિદળ ડિવિઝનનું અત્યાર સુધી પુરુષ જ નેતૃત્વ કરતા હતા. પહેલી વખત આ પદ માટે મહિલા લૌરાને ભૂમિદળનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે. આ ડિવિઝનના સૈનિકોએ પ્રથમ વિશ્વયુદ્ધ, દ્વિતીય વિશ્વયુદ્ધ, કોરિયા યુદ્ધ અને હાલમાં જ અફઘાનિસ્તામાં લડાઈ લડી હતી. જનરલ લૌરા 29 જૂનના રોજ સેનાની કમાન સંભાળશે.

લૌરા 2011માં ઇરાકમાં પણ તહેનાત હતી અને બટાલિયન તેમજ બ્રિગેડ કમાન્ડરના પદ પર પણ ફરજ બજાવી હતી. લૌરાને 2016માં બ્રિગેડિયર જનરલના પદ પર પ્રમોટ કરવામાં આવ્યા હતા. લૌરા યેગરે 1986માં સેનામાં કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારે તેણે સૈન્ય હેલિકોપ્ટર પ્રશિક્ષણ પૂરું કર્યું હતું. ઇરાક યુદ્ધ દરમિયાન તે યુએચ-60, બ્લેક હોક, હેલિકોપ્ટર ઉડાવી ચુક્યા હતા. જણાવી દઈએ કે જનરલ લૌરા એ અત્યાર સુધીમાં 1500 કલાકથી વધુ સમયની ઉડાન ભરી છે.

 11 ,  1