એક દેશ, એક ચૂંટણી બેઠકમાં 40 પક્ષને આમંત્રણ, 21 હાજર, કમિટીની રચના કરશે PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે એક દેશ, એક ચૂંટણી મુદ્દા પર રાજકીય પાર્ટીઓના અધ્યક્ષોની બેઠક થઈ હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે બેઠકમાં 40 પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાંથી 21 પાર્ટીના અધ્યક્ષ બેઠકમાં સામેલ થયા હતા. ત્રણ પાર્ટીઓએ આ મુદ્દા પર પોતાનો મત લેખિતમાં મોકલી છે. વડાપ્રધાન મોદી આ મુદ્દા પર સૂચન મોકલાવવા માટે કમિટી બનાવશે.

રાજનાથ સિંહે કહ્યું કે બેઠકમાં સામેલ થનાર મોટા ભાગની પાર્ટીઓ આ મુદ્દાનું સમર્થન કર્યું છે. માકપા-ભાકપાનો મત અલગ છે, જોકે તેમણે તેનો વિરોધ કર્યો નથી. બીજી તરફ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે પાર્ટી એક દેશ, એક ચૂંટણીનું સમર્થન કરે છે.

આ પાર્ટીઓ રહી હાજર

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, રાકાંપા પ્રમુખ શરદ પવાર, શિરોમણી અકાલી દળના નેતા સુખબીર બાદલ , BJD પ્રમુખ નવીન પટનાયક, PDP નેતા મહેબૂબા મુફ્તી, YSRના જગનમોહન રેડ્ડી, લેફ્ટ નેતા સીતા રામ યેચુરીએ હાજરી આપી હતી.

આ પાર્ટીઓ રહી ગેરહાજર

બીજી બાજુ કોંગ્રેસ, સપા, શિવસેના, બસપા, દ્રમુક , TDP અને તૃણમૂલનો એકપણ નેતા બેઠકમાં સામેલ થયો ન હતો. પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ ચીફ મમતા બનેર્જી, સપા પ્રમુખ માયાવતીએ પણ બેઠકમાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો હતો.

બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, રાકાંપા પ્રમુખ શરદ પવાર, શિરોમણી અકાલી દળના નેતા સુખબીર બાદલ, બીજેડી પ્રમુખ નવીન પટનાયક, પીડીપી નેતા મેહબૂબા મુફ્તી, વાઈએસઆરના જગન મોહન રેડ્ડી પણ સામેલ થયા હતા.

કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઇએ કહ્યું કે, વન નેશનલ વન ઇલેક્શનનો મુદ્દો ચૂંટણીમાં ધ્યાન ભટકાવવા માટે છે. તેમણે કહ્યું કે, સરકાર ઇચ્છે તો ચૂંટણી સુધારણા અંગે ચર્ચા કરાવી શકે છે. આ સરકારે ચૂંટણીમાં અનેક કારણોમાં કરાવ્યું છે. હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં અલગ અલગ કરાવવામાં આવે. રાજ્યસભા ચૂંટણી અલગ કરાવી રહી છે. સરકાર જવાબ આપે કે આવુ શા માટે થઇ રહ્યું છે.

 14 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર