સિંધુ બોર્ડર પર હત્યા : રાકેશ ટિકૈતે સરકાર પર સાધ્યું નિશાન, કહ્યુ – આંદોલનને બદનામ કરવાનું ષડયંત્ર

‘મરનાર અને મારનાર સાથે અમારે કોઈ સંબંધ નથી..’

હરિયાણા- દિલ્હીના સિંધુ બોર્ડર પર લખબીર સિંહ નામના એક વ્યક્તિની એક નિહંગ શીખે હત્યા કરી હતી. એ બાદ ખેડૂત આંદોલનને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે. આ સવાલોની વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે મોટું નિવેદન આપ્યું છે. રાકેશ ટિકૈતે આ હત્યાને આંદોલનનો બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે. ટિકૈતે એમ પણ કહ્યું કે કેન્દ્રએ લોકોને ઉશ્કેરીને આ હત્યા કરાવી છે.

એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ટિકૈતે કહ્યું કે આ હત્યા ખેડૂત આંદોલનને બદનામ કરવાનું ષડયંત્ર છે. ખેડૂત સંગઠનનો આ હત્યા સાથે કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું કે સરકારે પ્રશાસનને ખેડૂત આંદોલનને બદનામ કરવા માટે હજારો -કરોડો રુપિયા આપ્યા છે. સિંઘુ બોર્ડર પર જે થયું. તે સરકારની ઉશ્કેરણીના કારણે થયું છે.

દિલ્હી હરિયાણાની સિંધુ બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનની વચ્ચે એક યુવકની બેરહેમીપૂર્વક કરાયેલી હત્યાના પગલે માહોલ ગરમ થઈ ગયો છે.

આ યુવકની ક્રૂરતરા પૂર્વક હત્યા કરીને તેને બેરીકેડ પર લટકાવી દેવાયો હતો અને તેનો હાથ કાપીને જોડે લટકાવવામાં આવ્યો હતો. આ ઘટનાએ દેશને સ્તબ્ધ કરી દીધો છે ત્યારે નિહંગ સિખોએ આ હત્યાની જવાબદારી લીધી છે.

નિહંગ સિખોનો એક વિડિયો વાયરલ થયો છે અને તેમાં તેઓ કહેતા સંભળાઈ રહ્યા છે કે, આ પાપી યુવકે ગુરૂ ગ્રંથ સાહેબની બેઅદબી કરી હતી અને તેના કારણે અમારી સેનાએ તેનો હાથ કાપી નાંખ્યો છે અને તેનો પગ પણ કાપી નાંખ્યો છે.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી