યુપીના શાહજહાંપુર જિલ્લાના કોર્ટ પરિસરમાં વકીલની ગોળી મારી હત્યા

ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા રજા પર – કોંગ્રેસનો પ્રહાર

ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં જિલ્લા અદાલતના પરિસરમાં એક વકીલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઇ હતી. વકીલનો મૃતદેહ કોર્ટના ત્રીજા માળે મળી આવ્યો હતો. આ સાથે મૃતદેહ પાસે દેશી બનાવટની પિસ્તોલ પણ મળી આવી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

પ્રાથમિક તપાસ મુજબ, વકીલ એક વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક એક જોરદાર અવાજ આવ્યો અને તેઓ જમીન પર ઢળી પડ્યા.. ફાયરિંગના અવાજ બાદ ત્યાં હાજર વકીલો ઘટનાસ્થળે દોડી ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં આરોપી ફરાર થઈ ગયો હતો. જે વ્યક્તિએ બંદૂક ચલાવી હતી તે જ સ્થળ છોડીને સ્થળ પરથી ભાગી ગયો હતો.

આ ઘટના બપોરે 12 વાગ્યાની છે. આરોપી કોર્ટના ત્રીજા માળે એસીજેએમ ઓફિસ પહોંચ્યો અને પિસ્તોલથી ફાયરિંગ કરીને વકીલને ગોળી મારી દીધી. ઘટના સમયે ઓફિસમાં કોઈ હાજર નહોતું. તે જ સમયે, દિવસના અજવાળામાં કોર્ટ પરિસરમાં હત્યા બાદ, વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. સમગ્ર કોર્ટમાં અરાજકતાનું વાતાવરણ છે. નારાજ વકીલોએ આ ઘટનાને લઈને હંગામો મચાવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે મૃતક વકીલનો મૃતદેહ પોતાના કબજામાં લીધો છે.

મૃતક વકીલની ઓળખ જલાલાબાદના રહેવાસી ભૂપેન્દ્ર પ્રતાપ સિંહ તરીકે થઈ છે.

આ ઘટના પછી વિપક્ષને સરકાર પર હુમલો કરવાની તક મળી છે. કોંગ્રેસે વકીલની હત્યાને લઈને સરકાર પર કટાક્ષ કર્યો છે. યુપી કોંગ્રેસે ટ્વિટ કરીને કહ્યું કે, શાહજહાંપુરમાં કોર્ટના ત્રીજા માળે વકીલ ભૂપેન્દ્ર પ્રતાપ સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા રજા પર છે. ગુનેગારો પોતાનું કામ નિર્ભયતાથી કરી રહ્યા છે. યોગી આદિત્યનાથ ક્યારે ઉઁઘમાંથી જાગશે?

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી