મહેસાણાઃ કુળદેવી ઉમિયા માતાજીના ધામ ઊંઝામાં લક્ષચંડી મહોત્સવનાં આમંત્રણનું તેડું..

કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીના ધામ ઊંઝામાં આગામી 18થી 22 ડિસેમ્બર દરમિયાન લક્ષચંડી મહોત્સવની તડામાર તૈયારીઓ સંસ્થા દ્વારા હાથ ધરાઈ છે. જેમાં દેશ-વિદેશમાં વસતા દસ લાખથી વધુ પાટીદારોનાં ઘરે આ મહોત્સવની આમંત્રણ પત્રિકાનું તેડું પહોંચાડવામાં આવી રહી છે.

હિન્દુ સંસ્કૃતિના બીજા નંબરનાં સૌથી મોટા લક્ષ ચંડી મહોત્સવ માટે ૮૦૦ વીઘા જમીન ફાળવવામાં આવી છે જે પૈકી ૩૦૦ વીઘામાં ૮૦ ફુટ ઉંચી યજ્ઞશાળા તેમજ અન્ય પ્રદર્શનો ગોઠવશે ૫૦૦ વીઘામાં પાર્કિંગની વ્યવસ્થા કરાશે.

ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞના ચેરમેન બાબુભાઈ પટેલ, ઉમિયા માતાજી સંસ્થાનના અધ્યક્ષ મણીભાઈ પટેલ ,મંત્રી દિલીપ ભાઈ ,નેતાજી કન્વીનર અરવિંદભાઈ પટેલ ,ચેરમેન મહેન્દ્રભાઇ પટેલ સહિત આગેવાનો અને કાર્યકરો મહોત્સવની તૈયારીમાં લાગ્યા છે.

ગઇકાલે રવિવારે સંસ્થાના હોલમાં આઠ જિલ્લાની કમિટીઓના હોદ્દેદારોની બેઠક યોજી ચર્ચા કરાઇ હતી તેમાં સંસ્થાના હોદ્દેદારોએ કહ્યું હતું કે ઉંઝામાં ટીપી ૮ સ્કીમની ૮૦૦ વિઘા જગ્યામાં ૮૦ ફૂટ ઉંચી યજ્ઞશાળા બાળનગરી સાંસ્કૃતિક કાર્યક્રમો ભોજન કચ્છ વિવિધ થીમ આધારિત એક્ઝિબિશન પાર્કિંગ, સહાયતા કેન્દ્ર મેડિકલ સેન્ટર સહિત સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી