ભારતમાં વડાપ્રધાન મોદી પહેલા લે કોરોના રસી, કોંગ્રેસની માંગ

ભારતમાં કોરોનાની બે રસીને ડીજીસીઆઈએ મંજૂરી આપી દીધી છે. ભારત બાયોટેકની કોવેક્સિન અને સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ રસીને ડીજીસીઆઈએ મંજૂરી આપી છે. જોકે આ જાહેરાત બાદ હવે રાજનીતિ થઈ રહી છે.

કોંગ્રેસ નેતાએ માગ કરી છે કે પ્રધાનમંત્રી મોદી પહેલા કોરોનાની રસી લે. કોંગ્રેસ નેતાએ માગ કરતાં કહ્યું કે, જે રીતે રશિયા અને અમેરિકામાં સૌથી પહેલા ત્યાંની પ્રમુખે રસી લીધી હતી ઠીક તેવી જ રીતે ભારતમાં પ્રધાનમંત્રી મોદી સૌથી પહેલા રસી લે.

વેક્સિન પર રાજનીતિ કરવું ખુબ અપમાનજક : સ્વાસ્થ્ય મંત્રી

કોંગ્રેસ નેતા શશિ થરૂર અને અખિલેશ યાદવ સહિત અન્ય નેતાઓએ વેક્સિન પર સવાલ ઉઠાવ્યા છે. આ મુદ્દાને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, કોરોના વેક્સિન જેમા એક મહત્વપૂર્ણ મુદ્દાનું રાજનીતિકરણ કરવું ખુબ અપમાનજક છે. આ સાથે તેમણે કહ્યું કે, શશિ થરૂર, અખિલેશ યાદવ અને જયરામ રમેશે કોરોના વેક્સિનને મંજૂરી આપવા માટે વિજ્ઞાન સમર્થિક પ્રોટોકોલનું ખંડન કરવાનો પ્રયાસ કર્યો છે જે સારી વાત નથી. 

કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યુ કે, ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સીન હજુ ત્રીજા તબક્કાની ટ્રાયલમાં છે. તેવામાં આ વેક્સિનને તેની પહેલા ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે, જે ખતરનાક બની શકે છે. આ સાથે તેમણે ટ્વીટમાં લખ્યુ કે, ડો. હર્ષવર્ધન આ સંબંધમાં સ્પષ્ટીકરણ આપે. કોરોના વેક્સિનની ટ્રાયલ પૂરી થયા સુધી તેના ઉપયોગથી બચવુ જોઈએ. ભારતે આ સમયે એસ્ટ્રાઝેનેકા વેક્સિનનો ઉપયોગ કરવો જોઈએ. 

મહત્વનું છે કે આ પહેલા ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કોરોના વેક્સિનને નકારતા કહ્યું કે, મને ભાજપની વેક્સિન પર વિશ્વાસ નથી. હું આ વેક્સિન લગાવડાવીશ નહીં. આ સાથે તેમણે કહ્યું હતું કે જ્યારે અમારી સરકાર આવશે ત્યારે અમે અમારી વેક્સિન લગાવીશું. 

 17 ,  1