દેશ-વિદેશના નેતાઓએ ટ્વિટ કરી સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપી

પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું મંગળવારે રાતે નિધન થઈ ગયું છે. સોશિયલ મીડિયા પર દેશ-વિદેશના નેતાઓ અને ફિલ્મ સહિત વિવિધ ક્ષેત્રના સેલેબ્સે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,રાહુલ ગાંધી, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ,સ્મૃતિ ઈરાની,કવિ ડો. કુમાર ,ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ ટ્વિટ કર્યું હતું…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે કે, સુષ્માજીનું નિધન એક વ્યક્તિગત ક્ષતિ છે. તેમણે ભારત માટે જે પણ કઈ કર્યું, તે માટે તેમને હંમેશા ખૂબ પ્રેમથી યાદ કરવામાં આવશે. મારી સંવેદનાઓ પરિવાર સાથે છે, ઓમ શાંતિ.

રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું- સુષ્મા સ્વરાજજીના અચાનક નિધનની વાત સાંભળીને સ્તબ્ધ છું. તેઓ એક અસાધારણ રાજનેતા હતા. તેઓ ખૂબ સારા સાંસદ અને વક્તા હતા. મારી લાગણી તેમના પરિવાર સાથે છે. ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે.

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લખ્યું-

સ્મૃતિ ઈરાનીએ લખ્યું- અસંખ્ય મહિલા કાર્યકરોને પ્રેરણા આપનાર દીદીના નિધનથી સ્તબ્ધ

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી