સુરતના મોટા ગજાના નેતા ફરી ભાજપમાં જોડાશે..!!

કોંગ્રેસ સાથે છેડો ફાડીને ફરી ભગવો ધારણ કરશે

હાલ ગુજરાત કોંગ્રેસમાં કોણ મુખ્ય પ્રમુખ કે કોણ પ્રદેશ પ્રમુખ બનશે એ પણ નક્કી નથી ત્યાં કોંગ્રેસમાં વધુ એક ભૂકંપ સર્જાય તેવા સમાચાર સામે આવ્યા છે. સુરતના કોંગ્રેસના મોટા ગજાના નેતા એવા ધીરુભાઇ ગજેરા ભાજપનો ખેસ ધારણ કરશે. અને એક સમયે પાટીદાર સાથે જોડાયેલા નેતાને પોતાની સાથે રાખી ભાજપ મોટુ કાર્ડ રમી રહ્યું છે. 

ધીરુ ગજેરા ગુજરાતના રાજકારણમાં મોટું નામ છે. એક સમયે તેઓ ભાજપના જ સદસ્ય હતા. ભાજપ છોડીને તેઓ કોંગ્રેસમાં ગયા હતા. વર્ષ 1995થી વર્ષ 2007 સુધી ભાજપ સાથે જોડાયેલા રહ્યા અને ધારાસભ્ય પણ બન્યા હતા. ધીરુ ગજેરા 2017માં વિધાનસભાની ચૂંટણીમાં વરાછા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા. પરંતુ હવે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ફરીથી ભાજપમાં આવી રહ્યાં છે. પાટીદાર ફેક્ટર સાથે જોડાયેલા ધીરુ ગજેરા ભાજપમાં જાય તો કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. આ સાથે જ સુરતના રાજકારણમાં મોટાપાયે ફેરફાર થશે. 

જણાવી દઇએ, ધીરુ ગજેરા પાટીદારોના નેતા છે. તેઓ પાટીદાર મત ભાજપના ખોળામાં લાવવામાં સફળ બની શકે છે. સાથે જ ભાજપ સુરતમાં સવાણી VS ગજેરાની રણનીતિ કરવાના મૂડમાં છે. તાજેતરમાં જ સુરતના ટોચના પાટીદાર ઉદ્યોગપતિ મહેશ સવાણી આપ (AAP) માં જોડાયા છે. ત્યારે પાટીદારોની નારાજગી દૂર કરવા ભાજપ માટે ધીરુ ગજેરાનું જોડાવુ હુકમનો એક્કો સાબિત થઈ શકે છે.  

જોકે, હાલના તબક્કે સૂત્રોના કહેવા પ્રમાણે ધીરુ ગજેરાનું ભાજપમાં જોડાવાનો લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. આ સાથે જ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે

 71 ,  1