September 19, 2021
September 19, 2021

સલમાન ખાન, અજય- અક્ષય સહિતના 38 કલાકારો વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ

હૈદરાબાદમાં થયેલા એક યુવતી પર રેપ કેસ મામલે લાગ્યો આ આરોપ

બોલિવૂડના સુપર સ્ટાર એક્ટર સલમાન ખાન, અજય દેવગન અને અક્ષય કુમાર સહિત ટોલીવુડની હસ્તીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કલાકારો વિરુદ્ધ કાર્યવાહી બે વર્ષ પહેલા હૈદરાબાદમા થયેલા એક યુવતી પર રેપ કેસને લઈને કરવામાં આવી છે. દિલ્હીના વકીલે અરજી દાખલ કરતા બોલિવૂડ અને ટોલીવુડની 38 હસ્તીઓની ધરપકડની માગ કરી છે. વકીલનો આરોપ છે કે, આ હસ્તીઓએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રેપ પીડિતાના નામને સાર્વજનિક કર્યુ હતું અને તેમના પરિવારની ઓળખને સાર્વજનિક કરી હતી.

હૈદરાબાદમાં લગભગ એક વર્ષ પહેલા દેશને હચમચાવી નાખનાર રેપ કેસના બે વર્ષ પુરા થઈ ચુક્યા છે. દેશની આ શરમજનક ઘટના હૈદરાબાદમાં આવેલા બહારના વિસ્તારમાં થઈ હતી, જ્યાં એક 26 વર્ષિય પશુ ડોક્ટર સાથે ચાર લોકોએ ગેંગરેપ કર્યો હતો. જ્યાં પીડિતાને જીવતી સગળાવી દેવામાં આવી હતી. આ મામલાને લઈને સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો હતો.

બોલિવૂડ કલાકારોની લાંબી યાદી છે. બે વર્ષ બાદ બોલિવૂડની આ હસ્તીઓ બરાબરની ફસાઈ છે. દિલ્હીના એક વકીલે અરજી દાખલ કરીને બોલિવૂડ અને ટોલીવૂડની 38 જેટલી હસ્તીઓની ધરપકડ કરવાની માંગ કરી છે. જેમાં રવિ તેજા, રકુલ પ્રિત, સલમાન ખાન, અક્ષય કુમાર જેવા લોકપ્રિય નામ શામેલ છે. આ લિસ્ટમાં અનુપમ ખેર, ફરહાન અખ્તર, અજય દેવગનના નામ પણ શામેલ છે.

એડવોકેટ ગૌરવ ગુલાટીએ આરોપ લગાવ્યો છે કે, ‘સેલિબ્રિટીઓએ જવાબદાર નાગરિકનો નિયમ તોડ્યો છે, તેમને સજા થવી જોઈએ. અરજીમાં વધુમાં જણાવાયું છે કે દેશનો કાયદો બધા માટે સમાન છે, આવી સ્થિતિમાં કોઈને ખાસ સારવાર ન મળવી જોઈએ, પછી ભલે તે સેલિબ્રિટી હોય. સેલેબ્સની તાત્કાલિક ધરપકડ કરવાની માગણી કરતા ગૌરવ ગુલાટીએ આરોપ લગાવ્યો છે કે તેણે પીડિતાની પ્રાઇવેસી જાળવી જોઈતી હતી. પરંતુ તે લોકોએ તેની સામાજિક જવાબદારી નિભાવી નહિ. આ કલાકારો વિરુદ્ધ દિલ્હીના વકીલ ગૌરવ ગુલાટીએ શાકભાજી માર્કેટ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 228 એ અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે અને તીસ હજારી કોર્ટમાં એક અરજી કરી છે

 32 ,  1