September 23, 2021
September 23, 2021

એક દિલ ફેક મજનુએ ધારાસભ્ય પાસેથી કરી એવી માંગણી કે…

ધારાસભ્યને પત્ર લખીને કહ્યું મને આટલુ કરી આપો

મહારાષ્ટ્રના ચંદ્રપુરથી અજીબ કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે તો લોકો પોતાના વિસ્તારની કોઈ જાહેર કે અંગત સમસ્યા લઈને ધારાસભ્ય પાસે જતા હોય છે અને તેના ઉકેલની માગ કરતા હોય છે પરંતુ એક યુવાનની સ્થાનિક ધારાસભ્ય સુભાષ ઘોટેને એવો પત્ર લખ્યો છે જેનું સમાધાન તેના સલહાકારો પાસે પણ નહીં હોય.

ચંદ્રપુરમા રહેતા એક યુવાન ભૂષણે તેના મતવિસ્તારના ધારાસભ્ય સુભાષ ઘોટેને એક પત્ર લખ્યો. પત્રમાં યુવાને લખ્યું કે મારાથી કોઈ છોકરી પટતી નથી, પ્લીઝ મને ગર્લફ્રેન્ડ અપાવો. આ પત્ર વાંચીને ધારાસભ્યનું મગજ ચકરાવે ચડ્યું.

ભૂષણ જામુંવતે પત્રમાં લખ્યું કે હું એક નાના ગામ રાજૌરામાં રહું છું. કામના સિલસીલામાં દરરોજ રાજોરાથી ગડચૂંદર આવન-જાવન કરું છું. અહીં દારુ વેચનારથી લઈને કદરુપા લાગતા લોકો ગર્લફ્રેન્ડ છે પરંતુ મારી પાસે ગર્લફ્રેન્ડ નથી. મારીથી કોઈ છોકરી પટતી નથી મારો આત્મવિશ્વાસ નબળો પડી ગયો છે. મારી તમને વિનંતી છે તમારા વિધાનસભા મતવિસ્તારની છોકરીઓને પ્રોત્સાહન આપવું જોઈએ જેથી કરીને અમારી જેવા છોકરાઓને ભાવ મળે.

ધારાસભ્યે આપ્યો જવાબ

ધારાસભ્ય સુભાષે થોટેએ જણાવ્યું કે હું ભૂષણ જામુંવતને ઓળખતો નથી પરંતુ મેં કાર્યકરોને તેમની શોધ કરવાનું જણાવ્યું છે. મળ્યા બાદ અમે યુવાનની મદદ કરીશું. જો યુવાન મળશે તો તેમને સમજાવીને મનાવીને તેની સમસ્યાનો ઉકેલ લાવવાની કોશિશ કરીશું.

 82 ,  1