લ્યો બોલો : લીમડીના આ મંદિરમાં દારૂની લતમાંથી મુક્તિ માટે લોકો ધરાવે છે દારૂનો ભોગ!

પાંચિયા દાદાને દારૂનો ભોગ ચડાવવાથી દારૂની લતમાંથી મુક્તિ મળે

તમે એક કહેવાત સાંભળી હશે કે ઝેરનું મારણ ઝેર હોય છે પરંતુ ક્યારેય એવું સાંભળ્યું છે કે દારુ જ દારુનું વ્યસન છોડાવે છે? તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ સુરેન્દ્રનગરના લિમડી તાલુકા ઘાઘરેટિયા ગામમાં આવેલા પાંચિયા દાદાના મંદિરમાં ઠેર ઠેરથી લોકો આવીને પોતાના સ્નેહીજનને દારુની લતમાંથી છોડાવવા માટે મંદિરમાં ભગવાનને દારુનો ભોગ ચડાવે છે. ગુજરત આમ તો 1960માં તેની રચના સાથે જ ડ્રાય સ્ટેટ રહ્યું છે જોકે ઘાઘરેટિયામાં આવેલા મોમાઈ માતાજીના મંદિરના પ્રાંગણમાં આવેલી આ દેરીમાં દારુનો ભોગ ચડાવીને પોતાના સ્નેહીજનને આ બદીમાંથી મુક્ત કરાવવાની આશા લઈને એકલા ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ આવે છે. તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું.

ગામના સરપંચ શામત ભરવાડે કહ્યું કે ‘અમારું ગામ પાંચિયા દાદાના ચમત્કારને કારણે ખૂબ જ પ્રખ્યાત છે. બીજા જિલ્લાના જ નહીં બીજા રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે અને પોતાના પરિવારજનો તેમજ સ્નેહીજનોને લાગેલી દારુની લત છોડાવવા માટે અહીં ભગવાને દારુનો ભોગ ચડાવે છે.’ તેમણે ઉમેર્યું છે, “લોકો એક સદીથી વધુ સમયથી આ મંદિરની મુલાકાત લેતા આવ્યા છે. મારા દાદાને પણ યાદ નથી કે પરંપરા ક્યારે શરૂ થઈ. તે બધું એક પૌરાણિક કથાથી શરૂ થયું કે એક સંતે દૈવી શક્તિઓ દ્વારા લોકોને દારૂના વ્યસન સામે લડવામાં મદદ કરી. બાદમાં, તેમના માનમાં એક મંદિર બનાવવામાં આવ્યું હતું. જો કે, આનો કોઈ ઐતિહાસિક પુરાવો નથી.”

નોંધનીય છે કે આ રાજ્યનું આ એકમાત્ર મંદિર નથી જ્યાં દેવી-દેવતાઓને દારૂ ચઢાવવામાં આવે છે. અમદાવાદ શહેરમાં, સ્થાનિકો મણિનગરમાં આવેલ ભગવાન ભૈરવનાથના મંદિરમાં અને નરોડામાં દેવી મેલડીના મંદિરમાં પણ દારુનો ભોગ ચડાવે છે. ખેડા જિલ્લાના દાવડા ગામમાં ભાથીજી મહારાજ મંદિર અને કચ્છના ભુજ શહેરમાં આવેલા કાલ ભૈરવ મંદિરમાં પણ લોકો મોટી સંખ્યામાં આવે છે. જો કે, દારૂબંધીના કડક કાયદા લાગુ થયા બાદ આ સ્થળોએ શ્રદ્ધાળુઓની સંખ્યા લગભગ ઘટીને શૂન્ય થઈ ગઈ છે. પાંચિયા દાદાનું મંદિરે આસ્થા સાથે શ્રદ્ધાળુઓને આકરર્ષવાનું ચાલુ રાખ્યું છે કારણ કે અહીં લોકો તેમની ક્ષમતા મુજબ ‘ક્વારટરિયા’થી લઈને ‘ખંભા’ સુધી દારૂનો ભોગ ચડાવી શકે છે.

તેઓ ઉમેરે છે કે ભક્તો દારૂની સાથે ભગવાનને ચવાણુ અને નટ્સ પણ ભગવાનને ધરે છે. મંદિરમાં દારૂ ચઢાવનારા મુંબઈના એક રહેવાસીએ નામ ન આપવાની શરતે કહ્યું, “મારો મોટો દીકરો દારૂનો વ્યસની બની ગયા પછી એક સંબંધીએ મને આ મંદિર વિશે જાણકારી આપી અને હું ગયા મહિને જ દેશી બનાવટના વિદેશી દારુની બોટલ લઈને ભગવાને ભોગ ચઢાવી આવ્યો છું અને હવે તેમની કૃપાથી મારા દીકરાનું વ્યસન છૂટી જાય તેવી આશા રાખી રહ્યો છું. તેવી જ રીતે લીંબડી તાલુકાના અન્ય એક ગામની રહેવાસી સવિતા હલમતિયાએ જણાવ્યું હતું કે, “મારા પતિને દારૂની લત હોવાથી મેં ભગવાનને દારુનો ભોગ ચડાવ્યો હતો. જ્યારે મારા પતિને તેની જાણ થઈ ત્યારે તેમણે ભગવાનના ક્રોધના ડરથી દારૂ પીવાનું જ છોડી દીધું હતું. આનાથી વિશેષ મારે બીજુ શું જોઈએ.

 19 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી