લ્યો હવે..વેપારીઓ માટે ફરજીયાત થયું વેક્સિનેશન…!

જો વેક્સિન નહીં તો વેપાર નહીં, દુકાનો સીલ કરાશે..

છેલ્લા ઘણા સમયથી કોરોનાએ દેશમાં માજા મૂકી છે .આવી પરિસ્થિતિમાં વેક્સિનને જ હથિયાર માનવામાં આવે છે .લોકોના ધંધા-રોજગારો પણ ઘણા સમયથી ઠપ થઇ ગયા છે .જે રોજગારો ચાલુ થયા છે તે પણ નવા નીતિ-નિયમો સાથે ચાલુ રહેશે.

ગુજરાત સહિત આખા દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. મહામારીમાં હજારો લાખો પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, ત્યારે ભારતમાં હવે વેક્સિન આપવા માટે મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં રસીકરણ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર ,અમદાવાદમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે કલેકટર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં હવે વેપાર કરવો હશે તો વેક્સિન લેવી ફરજિયાત રહેશે. જૉ કોઈ વેપારીએ વેક્સિન નહીં લીધી હોય તો દુકાન બંધ કરીને દંડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. એક બાજુ જ્યાં આટલા દિવસોના પ્રતિબંધો બાદ ધીમે ધીમે વેપાર ધંધામાં છૂટછાટ આપવામાં આવી રહી છે ,ત્યાં વેક્સિન વગર વેપારને મંજૂરી ન મળતા વેપારીઓ મૂંઝવણમાં મૂકાયા છે.

સૂત્રો મુજબ ,અમદાવાદના કલેકટરે જાહેરનામું બહાર પાડીને આદેશ આપ્યા છે કે, જે વેપારીએ વેક્સિન ન લીધો હોય તેમણે RTPCRનો નેગેટિવ રિપોર્ટ પણ સાથે રાખવાનો રહેશે. ગુજરાત સરકારે વેક્સિનેશન વધારવા માટે કમર કસી છે, ત્યારે અમદાવાદ માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કોવીડ નિયમો અનુસાર અમદાવાદના વેપારી પાસેથી પોલીસ વેક્સિનનું સર્ટિફિકેટ માંગી શકે છે અને ન હોય તો કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવશે.

 64 ,  1