વિસાવદરમાં આદમખોર દીપડાનો આતંક, મહિલાને બનાવી શિકાર

રાજકોટના વિસાવદર તાલુકાના હસનાપુરમાં દીપડાએ એક મહિલા પર હુમલો કર્યો હતો. મહિલાને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ તેમનું સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું.

મળતી વિગત મુજબ, હસનાપુર ગામમાં રહેતા પ્રભાબેન શામજીભાઈ જાદવ (ઉ.વ. 65) અને તેના દેરાણી કાંતાબેન જાદવ બંને પોતાના ઘરે ઓસરીમાં સૂતાં હતાં ત્યારે રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં જંગલ તરફથી એક ખૂંખાર દીપડો ચડી આવ્યો હતો અને અને ઘરમાં ઘૂસી પ્રભાબેનને માથાના ભાગેથી પકડી ઢસડી લઈ જતો હતો. જેથી પ્રભાબેને રાડારાડી કરતાં બાજુમાં સૂતેલા તેના દેરાણી કાંતાબેને જાગી જતાં તેણે પણ રાડારાડ કરતા દીપડો જંગલ તરફ ભાગી ગયો હતો.

હુમલામાં પ્રભાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમણે સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ગંભીર ઇજાને કારણે પ્રભાબેનનું મોત નીપજ્યું હતું. વૃદ્વાના મોતને લઇને પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

ઉલ્લેખનિય છે કે, વિસાવદર પંથકમાં છેલ્લા થોડા સમયમાં જ દીપડાઓએ માનવ પર ચાર હુમલા કર્યા છે. જેમાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું છે. ત્યારે ફરી એકવાર દીપડાના હુમલા બાદ ગામમાં દહેશત મચી ગઇ છે.

 33 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર