September 20, 2021
September 20, 2021

સનાથલ પાસે દેખાયા દીપડાનાં નિશાન, નીલ ગાયનું કર્યું મારણ

દિપડાને પકડવા વનવિભાગે મૂક્યા પાંજરા

અમદાવાદના સનાથલ સર્કલ પાસે બુધવારે દીપડો દેખાયો હોવાની વાતથી ફફડાટ ફેલાયો હતો. આ અંગે વનવિભાગે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, દીપડાએ નીલ ગાયનું મારણ પણ કર્યું છે. હાલ વન વિભાગને દીપડાના ફૂટપ્રિન્ટ મળી આવ્યા છે અને દીપડાને પકડવા સનાથલ વિસ્તારમાં પાંજરાં મૂક્યા છે.

શહેરની નજીક હિંસક પ્રાણીની માહિતી મળતાં વન વિભાગ પણ સનાથલ સર્કલ પાસે પહોંચી ગયો હતો. સ્થળ પર તપાસ કરતા દીપડાએ નીલ ગાયના બચ્ચાનું મારણ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. સરખેજથી માત્ર એક કિલોમીટર દૂર આવેલા સનાથલ સર્કલ પાસે ખેતરમાં દીપડો દેખાયો હોવાનું સ્થાનિકોમાં દિવસ દરમિયાન જોર પકડ્યું હતું આ ઉપરાંત દીપડા દ્વારા નીલ ગાયના બચ્ચાનું મારણ કરાયું હોવાનું પણ સ્થળ પરથી જાણવા મળ્યું હતું. જેના ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સવારે દીપડો દેખાયો હોવાની જાણ વન વિભાગને કરાઈ હતી.

 67 ,  1