ભારત બતાવી દે ઇસ્લામિક દેશોને-હમ કિસીસે કમ નહીં, આ લે તારા મેડલ….

ચીનની જેમ એ 6 દેશોએ ભારત અને વડાપ્રધાન સાથે દગો કર્યો છે….

પેટ્રો ડોલરથી એ દેશોને રિલાયન્સ જિઓમાં હિસ્સો મળશે પણ કાશ્મીરની એક ઇંચ જમીન પણ નહીં મળે…

57 દેશોને કાશ્મીર પ્રત્યે પ્રેમ ઉભરાઇ પડ્યું- કાશ્મીરી પંડિતોની હત્યાઓ થઇ ત્યારે ક્યાં હતા…

57 દેશો કાશ્મીરનો ઝંડો લઇને ભારતની સામે પડ્યાં છે…ભારત તમામને પહોંચી વળે તેમ છે…

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

વિશ્વમાં અનેક પ્રકારના વૈશ્વિક સ્તરના સંગઠનો કામ કરી રહ્યાં છે. જેમ કે ગ્રુપ ઓફ 20 જે જી-20 તરીકેઓળખાય છે. યુરોપના દેશોનું સંગટન ઇયુ તરીકે ઓળખાય છે. વિશ્વ વ્યાપાર સંસ્થા ડબલ્યુ ટીઓ તરીકે ઓળખાય છે. એ જ રીતે નાટો, આઇએમએફની જેમ દુનિયાના દેશોનું એક સંગઠન યુએનઓ છે. જેનું વડુ મથક જીનીવામાં છે.

57 જેટલા ઇસ્લામિક દેશોએ પોતાનું અલગ સંગઠન બનાવ્યું છે જે ઓર્ગેનાઝેશન ઓફ ઇસ્લામિક કો-ઓપરેશન-ઓઆઇસી- તરીકે ઓળખાય છે. આ સંગઠનને નાણાંની કોઇ કમી નથી. આ સંગઠનમાં પાવરફુલ પેટ્રો કન્ટ્રી સાઉદી અરેબિયા અને યુ.ઇ.એ.નો પણ સમાવેશ થાય છે. યુઇએ એટલે યુનાઇટેડ આરબ અમિરાત. ભારતમાં અલગ અલગ કંપનીઓમાં રોકાણ કરવાની સાથે તેની મુબાદલા કંપનીએ રિલાયન્સ જિઓમાં 6,248 કરોડ રોક્યા છે. ભારતના સત્તાવાર આંતરમાળખાકિય સુવિધામાં યુએઇ રોકાણ કરે છે. પેટ્રો ડોલર સામે કેટલાક વર્ષો પહેલા ભારતના કેટલાક સંગઠનો દ્વારા વિરોધ કરાતો હતો. સમય બદલાતા આર્થિક ઉદારીકરણના જમાનામાં આજે ભારતમાં અબજોનું રોકાણ આવી રહ્યું છે.

57 ઇસ્લામિક દેશોના સંગઠન ઓઆઇસીને ભારતનું કાશ્મિર ખટકે છે. એટલે આ સંગઠને ફરી એકવાર તેની બેઠકમાં, કાશ્મિરમાંથી હટાવી લેવાયેલી કલમ 370ના મામલે ભારત સરકારની ટીકા કરી છે. કાશ્મીરના સંઘર્ષમાં અમે કાશ્મીરીઓની સાથે છીએ…એમ પણ ઠરાવમાં કહ્યું. કાશ્મીરીઓને તો ખબર પણ નથી અને તેમને એ સંગઠનની જરૂર પણ નથી તેમ છતાં ઓઆઇસીએ જાનમાં કોઇ જાણે નહીં અને હું વરની મા….કહેવતની જેમ કાશ્મીરનો ઝંડો લઇને ભારતની સામે પડ્યું છે.

સામાન્ય રીતે અને સામાન્ય સંજોગોમાં આવા ઠરાવને સામાન્ય નાગરિકને મન મહત્વન ના હોય તે સ્વાભાવિક છે પણ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં આ ઠરાવ ભારત માટે બેશક ચિંતાજનક કહી શકાય. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બિડેન ભારત માટે ઠીક નથી. તે પણ કાશ્મિરના મુદ્દે ભારતની સામે છે. બની શકે કે નવાના ઇશારે ઓઆઇસીએ કાશ્મીરનો ઠરાવ પસાર કર્યો હોય. આ અગાઉ પણ આ જ સંગઠને કાશ્મીરના મામલે આવા ઠરાવો કર્યા જ છે. આ 57 દેશોને ભારતના જમ્મુ-કાશ્મીરની ચિંતા છે પણ પાકિસ્તાને પચાવી પાડેલા ભારતના અડધા કાશ્મીરની ચિંતા કેમ નથી….? ઇતિહાસ અને ખુદા ગવાહ છે કે આઝાદી બાદ તરત જ પાકિસ્તાને પોતાનું અસલી રંગ બતાવીને કબાઇલીઓને કાશ્મીર કબ્જે કરવા મોકલ્યા હતા. અને કાશ્મીરના રાજા હરિસિંહના વિલંબથી પાકિસ્તાને અડધુ કાશ્મિર પચાવી પાડ્યું જે પીઓકે તરીકે ઓળખાય છે અને જ્યાં ગિલગિટ અને બાલ્ટિસ્તાન પ્રદેશોમાં પાકિસ્તાને યુનોની વિરૂધ્ધ જઇને ચૂંટણીઓ કરાવી. 57 દેશો પાકિસ્તાનને કહે કે ભારતનું ભારતને આપી દો. વિવાદ ખતમ. ઝગડો ખતમ.

57 ઇસ્લામિક દેશોમાં 6 એ દેશો પણ છે કે જેમણે 2019માં ભારતના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્રર્વોચ્ચ પુરસ્કારથી સન્માન કર્યું હતું. ભારતમાં જેમ ભારત રત્ન સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગણાય છે તેમ એ6 દેશોએ તેમના દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોથી ભારતનું સન્માન કર્યું હતું.

  • ઓગસ્ટ , 2019માં બહેરિન દ્વારા મોદીને ધી કિંગ ઓફ હમદ ઓર્ડર ઓફ રેનીસન્સ,
  • યુએઇ દ્વારા ઓર્ડર ઓફ ઝયેદ,
  • પેલેસ્ટાઇન દ્વારા ફેબ્રુઆરી 2018માં ગ્રાન્ડ કોલર ઓફ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન,
  • જૂન, 2016માં અફઘાનિસ્તાન દ્વારા આમિર અમાનુલ્લાહ ખાન એવોર્ડ,
  • એપ્રિલ, 2016માં સાઉદી અરેબિયા દ્વારા કિંગ અબ્દુલ્લાઝીઝ સાસ્હ એવોર્ડ,
  • જૂન, 2019માં માલદિવ્સ દ્વારા રૂલ ઓફ નિશાન ઇઝ્ઝુદિન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યાં હતા. ભારતના વડાપ્રધાન મોદીએ ભારતના હિતમાં ઇસ્લામિક દેશો સાથે રાજકિય સંબંધો સુધારવા માટે જે પ્રયાસો કર્યા તેને ધ્યાનમાં રાખી આ 6 દેશોએ મોદીને પુરસ્કારો એનાયત કરીને ભારતનું સન્માન કર્યું.

ઇસ્લામિક દેશ બહેરિન દ્વારા એનાયત પુરસ્કાર માટે, અલબત્ત ભારતના હિતમાં, મોદીએ તે વખતે નિધન પામેલા પોતાની સરકારના મંત્રી અરૂણ જેટલીની અંતિંમવિધિમાં પણ હાજરી આપી શક્યા નહોતા. 24 ઓગસ્ટ 2019ના રોજ જેટલીનું નિધન થયું હતું અને તે વખતે મોદી બહેરિનમાં હતા. 25 ઓગસ્ટના રોજ બહેરિન દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ ભારે હૈયે ત્યાંથી પરત આવ્યાં હતા. ભારતના કોઇ વડાપ્રધાને બહેરિનની મુલાકાત લીધી હોય તો તે મોદીની મુલાકાત હતી. ભારતે અને મોદીએ બહેરિન તથા અન્ય ઇસ્લામિક દેશો સાથે સંબંધો સારા રાખવા પ્રયાસો કર્યા તો તેના બદલામાં આ દેશોએ ભારતને શું આપ્યું…? કાશ્મીરનો ઠરાવ….!!

રાજકિય રીતે જોઇએ તો 57 ઇસ્લામિક દેશોની સાથે એ 6 દેશોએ ભારતનું ઘોર અપમાન કર્યું છે. એક બાજુ ભારતના વડાપ્રધાનને પોતાના દેશોનું સર્વોચ્ચ પુરસ્કાર આપી સન્માન અને બીજી બાજુ ઓઆઇસીની બેઠકમાં હાજરી આપીને ભારતની વિરૂધ્ધમાં ઠરાવ કરીને એ દેશોએ બેવડી નીતિ જાહેર કરી છે. ચીનની જેમ એ 6 દેશોએ ભારત સાથે દગો કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇએ જે 6 દેશો કાશ્મીર ઠરાવમાં જોડાયા એ 6 દેશોના માથે તેમના પુરસ્કરો મારવા જોઇએ અને કહેવું જોઇએ- મારા માટે મારો દેશ સૌથી પહેલા, એક બાજુ મારા દેશનું સન્માન કરો છો અને બીજી બાજુ મારા દેશની વિરૂધ્ધ ઠરાવ કરો છો….? દેશ નહીં બિકને દૂંગા…સૌંગદ મુઝે ઇસ મિટ્ટી કી…..જા ભઇ જા..આ લે તારા પુરસ્કારો…નથી જોઇતા…!! ભારત છે તો સબકુછ હૈ….!!

વડાપ્રધાનની વાત તો સાચી છે. એક બાજુ બોલાવીને ભારતનું સન્માન કરો છે અને પછી પોતાનું અસલી સ્વરૂપ બતાવીને ભારતને બદનામ કરો છો. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા 57 દેશોના સંગઠનને કહી દેવામાં આવ્યું છે કે આ અમારો આંતરિક મામલો છે. ભારત કાશ્મીર માટેની કલમ 370 દૂર કરે તો એ ભારતના સાર્વભૌમત્વનો નિર્ણય છે. બીજા દેશોએ તેમાં ચંચુપાત કરવાની કોઇ જરૂર નથી. 57 દેશો પોત પોતાના દેશની ચિંતા કરે. અફઘાનિસ્તાનને ભારતે તાલીબાની આતંકવાદ સામે લડવા કેટલીબધી મદદ કરી, તેમ છતાં ઓઆઇસીની બેઠકના ઠરાવમાં અફઘાનિસ્તાન પણ સામેલ….!!

ભારતે 57 દેશોના સંગઠનને કહી દેવુ જોઇએ કે ભારત આવા ઠરાવોથી ડરે તેમ નથી. ભારતે હવે આ સંગઠનના વલણને જોતાં પોતાની વિદેશ નીતિમાં સમય પ્રમાણે ફેરફારો કરીને બતાવી દેવુ જોઇએ કે આ ભારત પહેલા જેવુ નથી. આ ભારત દુશ્મન દેશના ઘરમાં ઘૂસીને મારે છે…57 દેશો જાણી લે કે ભારત પાસે હવે રાફેલ અને અંતરિક્ષમાંથી હુમલો કરી શકે તેવી ટેકનોલોજી અને વિમાનો છે. પેટ્રો ડોલરથી રિલાયન્સ જિઓનો હિસ્સો મળશે પણ પેટ્રો ડોલરથી કાશ્મિરની એક ઇંચ જમીન પણ ખરીદી નહીં શકાય. ક્યા સમજે…? ચાલો બદલો ઠરાવ…

-દિનેશ રાજપૂત

 96 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર