લાલ માટીની ચટાકેદાર ચટણી ખાવા ચાલો…

ઇરાનની નજીક એક ટાપુ એવું છે કે, ત્યાંના લોકો…

સામાન્ય રીતે નાનું બાળક માટી ખાય ત્યારે તેને ટોકવામાં આવે છે અને રોકવામાં આવે છે કેમ કે, તે શરીર માટે હાનિકારક કહેવાય છે. પરંતું દુનિયામાં એક ટાપુ એવું છે કે, ત્યાં રહેતા લોકો લાલ માટીની સરસ મજાની ચટણી બનાવીને પ્રેથી ખાય છે. એટલું જ નહીં આ ટાપુના પહાડો પણ એવા છે કે સ્થાનિક લોકો તેને તોડી તોડીને ખાય છે….!

દુનિયામાં ઘણા બધા એવા સ્થળો છે જેનાથી મોટોભાગના લોકો અજાણ હોય છે. કેટલાક સ્થળો તો રહસ્ય (Mystery)થી ભરપૂર હોય છે. આવુ જ રહસ્યથી ભરપૂર એક સ્થળ ઇરાન (Iran)ના તટથી 8 કિલોમીટર દુર ફારસની ખાડીમાં પાણીની વચ્ચે આવેલુ છે. જે એક દ્વિપ (આઇલેન્ડ)(Island) છે.

આ આઈલેન્ડનું નામ હોર્મુઝ આઈલેન્ડ છે, જેને રેઈન્બો આઈલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આ ટાપુની સુંદરતાથી દુનિયા હજુ પણ અજાણ છે. આ ટાપુને ‘જિયોલોજિસ્ટ્સનું ડિઝનીલેન્ડ’ પણ કહેવામાં આવે છે, કારણ કે તેની સોનેરી નહેરો, રંગબેરંગી પહાડો અને સુંદર દેખાતી મીઠાની ખાણો મનને મોહી લે છે.

માત્ર 42 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો આ ટાપુ આકાશમાંથી ખૂબ જ રંગીન લાગે છે. જ્યારે અહીંના જ્વાળામુખીના ખડકો, પથ્થર, માટી અને લોખંડથી ભરપૂર, લાલ, પીળા અને અનેક રંગોમાં ચમકે છે, ત્યારે એવું લાગે છે કે જાણે આ પૃથ્વી નહીં પણ કોઈ બીજી દુનિયાનો નજારો હોય. જ્યારે અહીંના પથ્થરો અને ખડકો સૂર્યના સંપર્કમાં આવે છે, ત્યારે તે ચમકવા લાગે છે. આ ટાપુ પર 70 થી વધુ પ્રકારના ખનીજો મળી આવે છે.

તમે પહાડો વિશે તો જાણતા જ હશો કે તેઓ કેટલા કઠણ હોય છે, તેમને તોડવું માત્ર મુશ્કેલ જ નહીં ક્યારેક તો અસંભવ પણ બની જાય છે, પરંતુ હોર્મુઝ આઈલેન્ડ એક એવી જગ્યા છે, જ્યાં લોકો પર્વતને પણ ખાઇ શકે છે. આ આઇલેન્ડ કુદરતી રીતે જ એવો છે કે તેને ખાઇ શકાય.

એવું કહેવાય છે કે આ ટાપુ હજારો વર્ષ પહેલા રચાયો હતો અને તેને સુંદર બનાવવામાં જ્વાળામુખીના ખડકો, ખનીજો અને મીઠાના ટેકરાનો મહત્વનો ફાળો છે. આ ટાપુની સૌથી રસપ્રદ વાત એ છે કે અહીંનો પર્વત વિશ્વનો એકમાત્ર એવો પર્વત છે, જેને ખાઈ પણ શકાય છે, કારણ કે આ પર્વતો મીઠાના જાડા પડથી બનેલા છે.

ખનીજોની વિવિધતાને કારણે, આ ટાપુની જમીન પણ મસાલેદાર છે, જેનો ઉપયોગ ખોરાકમાં મસાલા તરીકે થાય છે. લોકો અહીં લાલ માટીનો ઉપયોગ ચટણી તરીકે કરે છે. આ ઉપરાંત સ્થાનિક કલાકારો પણ અહીંની લાલ માટીનો પેઇન્ટિંગમાં ઉપયોગ કરે છે. લોકો તેનો ઉપયોગ તેમના કપડાને રંગ આપવા માટે કરે છે, એટલે કે એકંદરે અહીંની માટી ‘સર્વ-વ્યાપી’ છે.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી