એકશન પેક “ફિલ્મ” 2022.. આવી પહોંચી..સ્વાગતમ..

વિતેલાનું તો સૌએ બતાવ્યું, આવો 2022 બતાવીએ..

પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ, રીપીટ-નો રીપીટ..

ગુજરાતમાં વાઇબ્રન્ટ..મહારાષ્ટ્રમાં ફેરબદલ…

રાજકિય ધમાલ…બજેટ સત્રમાં ફિર સે બબાલ..

ધમાકેદાર…રસદાર..ચટાકેદાર..

અજીમ-ઓ-શાન- શહેંશાહ ફરવા-રવા….વેલકમ

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

કેબીસીની ટીકટીકી..ટીક..ટીક કરતા ચલ પડી હૈ. 31 ડિસેમ્બરના રોજ ભારતમાં રાતના 12 વાગે નાનો અને મોટો ભેગા થશે તે પહેલાં ઓસ્ટ્રેલિયાના સીડનીમાં ધૂમધડાકા સાથે ઇશુના નવા વર્ષ 2022ની ઉજવણી શરૂ ગઇ હશે અને બારતમાં 12 વાગતા ચીચીઆરી અને આતશબાજી સાથે નવા વર્ષના વધામણાં કરીને ઉમળકાભેર નવા વર્ષને આવકારવામાં આવશે. હેપ્પી ન્યૂ ઇયર…ના સંદેશાઓથી સોશ્યલ મિડિયા ગદ..ગદ..થઇ જશે….

2022નો પહેલો દિવસની પહેલી સચોટ આગાહી- 1, જાન્યુઆરીના રોજ ભારતમાં અંદાજે 10 કરોડ કિસાનો માટે લાભદાયી નિવડશે…! કેન્દ્ર સરકાર દ્વારા તેમના ખાતાંમાં 2 હજાર રૂપિયા કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મોકલશે. અને આમ પણ હાલમાં કિસાનો ત્રણ વિવાદી કૃષિ કાયદા સરકારે પરત ખેંચ્યા બાદ બલ્લૈ..બલ્લૈ..ના મૂડમાં છે જ અને ખાતામાં પૈસા આવતાં વધુ રાજી..રાજી.. થશે.

2021ના લગભગ 10 મહિના તેમણે રોડ ઉપર આંદોલનમાં વિતાવ્યા અને 2022ના નવા વર્ષમાં તેમને ભરપૂર ખેતી કરવાનો સમય મળે..અને વળી પાછા દિલ્હીની બોર્ડરબેસવુ ના પડે એવુ નવુ વર્ષ તેમના માટે નિવડે તો જય..જય.. કિસાન…અને જય જવાન તો કાશ્મિર મોરચે બરાબરના આતંકીઓનો સફાયો કરી જ રહ્યાં છે. 2022માં પણ આપણાં બહાદૂર જવાનો કાશ્મિરમાં ધણધણાટી બોલાવીને તમામનો સફાયો કરીને ઓલ કલીયર…નો સંદેશો પોતના કમાન્ડરને આપે એવુ થાય તો કશ્મીર કી હસીન વાદીયોં મેં ફિર એક ફિલ્મોના શુટીંગ શરૂ થઇ શકે.

2022માં અડધુ બોલીવુડ યુપી જતુ રહે તો નવાઇ નહીં. ઉપયોગી યોગીએ જાહેર આમંત્રણ આપ્યું છે- મેરે પાસ આવો મેરે દોસ્તો એક સ્ટુડિયો દિખાઉ….! 2022માં નવી ફિલ્મો રાહ જોઇ રહી છે પણ જો વિદાયમાન વર્ષમાં છેલ્લે શરૂ તયેલી ત્રીજી લહેરનો રેલો 2022માં પણ આવશે તો વળી પાછુ સિનેમા થીયેટરો ખાલી ખાલી કુર્શીયા હૈ..ખાલી ખાલી તંબુ હૈ…બિના પ્રેક્ષક કા બસેરા હૈ…! જો કે 2022ની શરૂઆતમાં જ પહેલા સપ્તાહમાં મુખ્ય ચૂંટણી કમિશ્નરની પત્રકાર પરિષદ અને તેમાં યુપી સહિત પાંચ રાજ્યોની ચૂંટણીનો બ્યૂગલ ફૂંકી દેવાશે અને અનૌપચારીક ચૂંટણી પ્રચાર સત્તાવાર થઇ જશે…

યુપી-પંજાબ-ઉત્તરાખંડ-હિમાચલ અને કાજુમાંથી બનતી ફેની દારૂ માટે પ્રખ્યાત ગોવામાં ભાજપ, કોંગ્રેસ, મમતાદીદી, સપા, બસપા, આપ-કેજરીવાલ, સિધ્ધુ-ચન્ની અને લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિશાળ જાહેરસભાઓમાં સિંહ ગર્જના સંભળાશે…! નવા વર્ષમાં રાહુલ નાનીના ઘરેથી વેકેશન ગાળીને આવી ગયો હશે અને તેની સાથે પ્રિયંકા ગાંધી પણ પંજે કા દમ..દિખાને કે લિયે લખનૌની સડકો પર ઇન્દિરાની નકલ કરીને સભાઓ ગજવી રહી હશે.

2022માં મહારાષ્ટ્રમાં કુછ તો ગરબડ હો સકતા હૈ. સીએમ ઠાકરેની તબિયત ઠીક નથી અને ઠાકરેને સીએમ બનાવનાર એનસીપીના મરાઠાકિંગ શરદ પવારે 2021માં છેલ્લે છેલ્લે ભાજપના ભરપૂર વખાણ કર્યા તેથી કંઇક નવાજુની થઇ શકે. 2022માં શરદ અને દેવેન્દ્ર ફડણવીસ એક મંચ પર જોવા મળે તો અચરજ નહીં લાગે..

2022 શરૂ થતાં જ પાંચ રાજ્યોમાં યોજાનાર ચૂંટણીઓમાં યુપી અને પંજાબના પરિણામો અને તે પહેલાં પ્રિ પોલ…એકઝીટ પોલ…પર સૌની નજર અને પરિણામ બાદ નવા વર્ષમાં દેશના રાજકારણમાં નવા સમીકરણો સર્જાશે…કોંગ્રેસથી નારાજ અમરિન્દરે ભાજપ સાથે સત્તાવાર પંજો..સોરી હાથ મિલાવી લીધો છે એટલે ચન્નીને ખાસ તો નવજોતને બતાવી દેશે કે સાત કોઠા કઇ રીતે પાર કરાય…! બની શકે કે 2022ના માર્ચમાં અમરિન્દરસિંગ ભાજપના ટેકાથી સીએમ બની શકે અને યુપીમાં તો ક્યા કહને….

યુપી અને યુપી માટે ઉપયોગી એવા યોગી ફરીથી શપથવિધિની તૈયારીઓ કરી રહ્યાં હશે… અને જો તેઓ ફરી ગાદીપતિ બન્યા ( કોઇ સવાલ હી નહીં…કોઇ શક.. ?) તો યુપીમાંથી બાકીની ગુંડાગીરી જેલમાં હશે યા તો યુપીની બહાર હશે…! નહીંતર ધાંય…ધાંય…

ગુજરાતમાં નવા વર્ષના આરંભે જ ગાંધીનગરમાં વાઇબ્રન્ટનો દબદબો જોવા મળશે. વડાપ્રધાન મોદી ખુદ તેમાં હાજર રહે તેમ છે. 2021ના છેલ્લાં સપ્તાહમાં પ્રિ-વાઇબ્રન્ટ એમઓયુ થઇ રહ્યાં છે. 96 એમઓયુ તો થઇ ગયા અને નવા વર્ષમાં સદી ફટકારશે. અને તેની સાથે 2022ના ડિસેમ્બરમાં યોજાનાર ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેની રાજકિય દંદૂભી પણ વાગી ગઇ હશે..

2022માં ગાંધીજીને રાહત મળે એમ તેમના અનુયાયીઓ આશા રાખી રહ્યાં છે. કેમ કે 2021ના છેલ્લાં સપ્તાહમાં કાલીચરણ નામના કોઇ સાધુએ જે કહ્યું તેવુ કોઇ 2022માં ન બોલે તો એ ગાંધીજી માટેની 2022ની શ્રેષ્ઠ ઘટના હશે. ગાંધીજી પાવરફુલ પાટીદાર કોમના હોત તો…?! બિચારા ગાંધી અટક ધરાવનારા ભારતમાં..કેટલા…અને જે છે તેમનું રાજકરણમાં કાંઇ ઉપજતુ નથી….બિનઉપયોગી….છે..!

2021માં શુ થયુ એના વિષે પાના ભરી ભરીને સૌ કોઇએ કહ્યું…ટીવીમાં દ્રશ્યો સાથે બતાવ્યુ પણ નવા વર્ષમાં શું થશે તેના વિષે એક આછેરી ઝલક બતાવવાનો નવતર પ્રયોગ મિડિયા ક્ષેત્રે દેશની જાણીતી ન્યૂઝ પોર્ટલ નેટડાકિયાડોટકોમ દ્વારા કરાયો છે. જો બીત ગયા સો બીત ગયા..રાત ગઇ બાત ગઇ…સાલ ગયા…હાલ ગયા…છોડો કલ કી બાતે કલ કી બાત પુરાની….જો ચલા ગયા ઉસે ભૂલ જા…આનેવાલે સાલ મેં ક્યા હોગા…ક્યા હો સકતા હૈ…શું થશે…કેવુ થશે..રાજકિય ધમાલ…સંસદના બજેટ સત્રમાં બબાલ..શેર બજાર માલામાલ…નવા વર્ષમાં પાંચ રાજ્યોમાં નવી સરકારો…ક્યાંક રીપીટ તો ક્યાંક ગુજરાતની જેમ નો રીપીટ…..તો કુલ મળીને બે હજાર બાવીસ એક એકશન પેક ફિલ્મની જેમ ધમાકેદાર…રસદાર..ચટાકેદાર પાણીપુરીની જેમ પાણીદાર…ઘટનાઓ સાથે ડીજે સોંગ અજીમ-ઓ-શાન- શહેંશાહ ફરવા-રવા…..સાથે આવી રહ્યું છે..સ્વાગત નહીં કરોંગે ઉનકા…?! વેલકમ…..સ્વાગતમ…

 80 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી