સુરતમાં બાળકી પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુધ્ધ કૃત્ય આચરી હત્યા કરનારને આજીવન કેદ

આજીવન કેદ સંભળાવનાર જજ પર ફેંક્યું ચપ્પલ 

સુરતના હજીરા વિસ્તારમાં બનેલી બાળકી પર દુષ્કર્મ હત્યા મામલે સુરત કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી આજીવન કારાવાસની સજા ફટકારી છે. દોષિતે અશ્લીલ ફિલ્મ જોઈ માસૂમ બાળકી સાથે બદકામ કર્યું હતું. દુષ્કર્મ આચર્યું હતું. જોકે, સજા સંભળાવતા જ દુષ્કર્મીએ કોર્ટમાં જજ પર જૂતુ ફેંક્યુ હતું. 

વિગત મુજબ, થોડાક મહિલા પહેલા હજીરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની માત્ર પાંચ વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચે મધ્યપ્રદેશના વતની 27 વર્ષીય આરોપી સુજીત મુન્નીલાલ સાકેત બદકામ કરવાના ઈરાદે પોતાની સાથે લઈ ગયો હતો.આરોપીએ ભોગ બનનાર બાળકી સાથે સૃષ્ટિ વિરુધ્ધનુ કૃત્ય આચરી તેની હત્યા કરી નાસી છુટયો હતો. આ બનાવ બાદ હજીરા પોલીસે આરોપી સુજીત સાકેતની પોલીસે પોક્સો એક્ટના ભંગ બદલ ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો.

સરકારી વકીલ નયન સુખડવાલાએ માહિતા આપી હતી કે, આરોપી સુજીતને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલવાસની સજા સાથે એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ પીડિતના પરિવારને 20 લાખનું વળતર આપવાનું પણ કોર્ટે ચુકાદામાં નોધ્યું છે. આ બાળકી સાથે આરોપીએ ક્રુર અને જઘન્ય કૃત્ય આચર્યુ હતું. જેથી અમે આ કેસમાં કેપિટલ પનિશમેન્ટની માંગ કરી હતી. પરંતુ કોર્ટે અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી છે. આરોપીના મોબાઈલમાંથી પોર્ન અને એનિમલ પોર્નના વીડિયો પણ મળી આવ્યા હતા તે પૂરાવા મહત્વના સાબિત થયાં હતાં. આ કેસમાં અલગ અલગ 26 સાક્ષીઓની જુબાની કોર્ટમાં લેવામાં આવી હતી. 53 જેટલા દસ્તાવેજી પુરાવવા રજૂ કરવામાં આવ્યા હતા.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી