અમિતભાઇ શાહનો જીવનમંત્ર – સિમ્પલ લિવિંગ – આઇ થીંકીંગ…

સરહદે પાસે રહેતા એક વ્યક્તિને પોતાનો નંબર આપી કહ્યું- જ્યારે ઈચ્છો ત્યારે કરજો ફોન

ગૃહમંત્રી અમિત શાહની જમ્મુ -કાશ્મીર મુલાકાતનો આજે સોમવારે ત્રીજો દિવસ છે. આજે 25મી ઓક્ટોબરના રોજ અમિત શાહ ગંદરબલ જિલ્લા સ્થિત માતા ખીર ભવાનીના મંદિરે દર્શન કરી શકે છે. દર્શન પછી, લગભગ 12 વાગ્યે SKICC માં, પ્રવાસન ક્ષેત્રના લોકોને મળશે. અને ત્યાંના લોકોને સંબોધિત કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહ આજે પુલવામાની પણ મુલાકાત લઈ શકે છે. પુલવામામાં અમિત શાહ સૈનિકોના સ્મારક પર શ્રદ્ધાંજલિ આપશે અને ત્યારબાદ શ્રીનગર પરત ફરશે.

રવિવારે સાંજે તેઓ આરએસપુરા સેક્ટરમાં ભારત-પાકિસ્તાન સરહદે પણ ગયા. જમ્મુ નજીકના મકવાલમાં તેમણે બીએસએફ પોસ્ટ પર જઈને જવાનો સાથે વાતચીત કરી અને ત્યાંના સ્થાનિકો સાથે સમય પસાર કર્યો. 

ગૃહમંત્રી અમિત શાહે મકવાલમાં એક સ્થાનિક નાગરિકનો નંબર પોતાના ફોનમાં સેવ કર્યો. એટલું જ નહીં તેમણે પોતાનો નંબર પણ આપ્યો અને કહ્યું કે તેમને જ્યારે પણ જરૂરી લાગે ત્યારે તેઓ ફોન કરી શકે છે. અમિત શાહે લોકો સાથે ચા પીધી અને લોકો  સાથે ઘણીવાર સુધી ખાટલે બેસી એકદમ સહજ અંદાજમાં વાતચીત કરી. 

આ અગાઉ જમ્મુના ભગવતી નગરમાં એક જનસભાને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે સરકારનો હેતુ જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકવાદનો સફાયો કરવાનો અને નાગરિકોની હત્યાઓ પર રોક લગાવવાનો છે. તેમણે કહ્યું કે કોઈને પણ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં શાંતિ અને વિકાસમાં વિધ્ન પાડવા દેવામાં નહીં આવે. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં 12000 કરોડ રૂપિયાનું રોકાણ થઈ ચૂક્યું છે અને સરકારનો હેતુ 2022ના અંત સુધીમાં કુલ 51,000 કરોડ રૂપિયાનું રોકાણ લાવવાનો છે. 

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી