September 23, 2021
September 23, 2021

કેબિનેટ બેઠકમાં ટેક્સટાઈલ સેક્ટર સહિત ખેડૂતો માટે લીઘા મહત્વના નિર્ણય

કેન્દ્ર સરકારે PLI સ્કીમને મંજૂરી આપી, સાત લાખ લોકોને રોજગારી મળવાનો દાવો 

આજે મળેલી કેબિનેટ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટે ટેક્સટાઈલ સેક્ટર માટે 10683 કરોડ રૂપિયાની પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ (PLI) યોજનાને મંજૂરી આપી દીધી છે. આ ઈન્સેન્ટિવ 5 વર્ષ દરમિયાન ટેક્સટાઈલ સેક્ટરને આપવામાં આવશે. આજે થયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો.

બેઠક બાદ થયેલી પ્રેસ કોન્ફરન્સમાં વાણિજ્યમંત્રી પિયુષ ગોયલ અને આઈબી મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટના મોટા નિર્ણયો પર જાણકારી આપી. તેમણે જણાવ્યું કે પીએલઆઈ સ્કીમથી ભારતીય ટેક્સટાઈલ સેક્ટરને ગ્લોબલ રીતે કમ્પીટેટિવ બનાવવામાં મદદ મળશે. પીએલઆઈ સ્કીમથી 7.5 લાખ લોકોને સીધો ફાયદો થશે.

પિયુષ ગોયલે કહ્યું કે કાપડ ઉદ્યોગ માટે જેટલા પગલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉઠાવ્યા છે તે કદાચ જ પહેલા ઉઠાવાયા હશે. મને વિશ્વાસ છે કે ભારત આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાનું વર્ચસ્વ દેખાડી શકશે. પિયુષ ગોયલે કહ્યું કે સમગ્ર વેલ્યુ ચેન, જેની Man Made Fiber અને Technical Textile માં જરૂર પડે છે. તેને પ્રમોટ કરવામાં આવશે. ફેબ્રિક ભારતમાં બને અને પ્રોસેસિંગ યુનિટ વધુ આવે તેના પર અમારી કોશિશ રહેશે.  

ખેડૂતોને આપી આ ભેટ

કેબિનેટે શેરડીના ખેડૂતો માટે 290 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ખરીદભાવને મંજૂરી આપી દીધી છે. જે અત્યાર સુધીનો સૌથી વધુ ભાવ છે. કેબિનેટે માર્કેટિંગ સીઝન 2022-23 માટે રવિ પાક માટે ન્યૂનતમ  સમર્થન મૂલ્ય (MSP) એટલે કે ટેકાના ભાવમાં વધારો કર્યો. ઘઉ માટે MSP 1975 રૂપિયાથી વધારીને 2015 રૂપિયા કર્યો. આ MSP પર ઉત્પાદન ખર્ચના તેમના 100 ટકા ખેડૂતોને પાછા આવી જશે. ચણાની MSP વર્ષ 2022-23 માટે 5230 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી.  જે પહેલા 5100 રૂપિયા હતી. મસૂરની MSP 5100 રૂપિયાથી વધારીને 5500 રૂપિયા કરવામાં આવી. મસ્ટર્ડની MSP  4650 રૂપિયાથી વધારીને 5050 રૂપિયા કરવામાં આવી. કુસુમની MSP માં પણ 114 રૂપિયાનો વધારો કરાયો છે. હવે તે 5327 રૂપિયાથી વધીને 5441 રૂપિયા થઈ છે. 

 22 ,  1