દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં વાવાઝોડા સાથે ઝરમર વરસાદ

દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતનાં વિસ્તારોના મોસમમાં બદલાવ આવ્યો છે. જ્યારે પૂર્વી ઉત્તર પ્રદેશનાં ઘણાં જિલ્લાઓાં વરસાદ સાથે કરા પણ પડ્યા છે. હવામાન વિભાગ પ્રમાણે દિલ્હી-એનસીઆર, પૂર્વી ઉત્તર પ્રદેશ, ઉત્તર રાજસ્થાન, પંજાબ, હરિયાણા સહિત ઘણાં વિસ્તારોમાં બપોર પછી ધૂળ સાથે વાવાઝોડું આવ્યું હતું, જે બાદ ઝરમર વરસાદ પડ્યો હતો.

પૂર્વી ઉત્તર પ્રદેશ અને બિહારમાં વરસાદની સાથે સાથે કરા પણ પડ્યા. આ ઉપરાંત ઝારખંડ, ઓડિશા, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, અસમ, મેઘાલય અને નાગાલેન્ડમાં પણ વાવાઝોડાની સાથે વરસાદ પડ્યો હતો.

 49 ,  3