રાજા-મહારાજાઓને જેમ વિકી કૌશલ સાત ઘોડાવાળા રથમાં બેસીને કેટરિનાને પરણવા આવશે

9 ડિસેમ્બરે વિકી-કેટના લગ્ન થશે રજવાડી ઠાઠમાઠથી

વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નને લઈને ઈન્ડસ્ટ્રીથી માંડીને ફેન્સ સુધી દરેકમાં અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા લગભગ એક મહિનાથી વિકી-કેટરિનાના લગ્નની ચર્ચા ચાલી રહી છે. હવે કપલના લગ્ન થવાના છે તે વાત નક્કી થઈ ચૂકી છે. 9 ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં આવેલા સિક્સ સેન્સિઝ ફોર્ટમાં વિકી-કેટરિનાના રોયલ વેડિંગ થવાના છે. 7 ડિસેમ્બરથી વિકી-કેટરિનાના પ્રી-વેડિંગ શરૂ થશે. કપલના લગ્ન શાહી અંદાજમાં થવાના છે ત્યારે વરરાજાની એન્ટ્રી પણ ઠાઠમાઠથી થશે. રાજા-મહારાજાઓને જેમ વિકી કૌશલ રથમાં સવાર થઈને કેટરિનાને પરણવા આવશે. ખાસ વાત એ છે કે, વિકીના આ રથ સાથે એક-બે નહીં સાત ઘોડા જોડવામાં આવ્યા હશે. પતિ-પત્ની બની ગયા વિકી કૌશલ-કેટરિના કૈફ?, પરિવારની હાજરીમાં રજિસ્ટર મેરેજ કર્યા?

શાહી અંદાજમાં વિકી કૌશલની જાન નીકળશે અને તેના માટે તૈયારીઓ પણ થઈ ચૂકી છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો, વરરાજા વિકીની એન્ટ્રી સાત સફેદ ઘોડાવાળા રથમાં થશે. આયોજકોએ સાત સફેદ ઘોડા બુક પણ કરાવી લીધા છે.

રવિવારે મીડિયામાં અહેવાલો વહેતા થયા હતા કે, વિકી-કેટરિનાના લગ્ન માટે રોયલ મંડપ પણ તૈયાર કરી દેવાયો છે. ગઝીબો જેવો મંડપ કાચમાંથી તૈયાર કરવામાં આવ્યા છે. વિકી-કેટરિના આ જ ગઝીબો સ્ટાઈલ મંડપમાં સાત ફેરા લેશે.

વિકી-કેટરિનાના લગ્નમાં માત્ર 120 મહેમાનોને આમંત્રણ અપાયું છે. રિપોર્ટ પ્રમાણે, મહેમાનોને લગ્નમાં પાડેલા ફોટો કે વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ ના કરવાનું કહેવામાં આવ્યું છે. સૂત્રોએ ઈટાઈમ્સને જણાવ્યું હતું કે, “વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન માત્ર નજીકના પરિવારજનો અને મિત્રોની હાજરીમાં થવાના છે. તેઓ સેરેમનીની પ્રાઈવેટ રાખવા માગે છે.”

કથિત રીતે વિકી-કેટરિનાએ લગ્નમાં પોતાના કો-સ્ટાર્સ રહી ચૂકેલા બોલિવુડ એક્ટર્સને આમંત્રણ નથી આપ્યું પરંતુ તેઓ પોતાની ખુશી તેમની સાથે વહેંચવા માટે ઉત્સુક છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, “કપલ તેમની ખુશીમાં પરિવાર અને ઈન્ડસ્ટ્રીના શુભેચ્છકોને સામેલ કરવા માગે છે. તેઓ ઈન્ડસ્ટ્રીના મિત્રો માટે રિસેપ્શન રાખવાના છે પણ તે લગ્ન પછી તરત નહીં હોય. થોડા દિવસ પછી મુંબઈમાં રિસેપ્શન યોજાશે.”

 55 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી