ગીર પૂર્વના દલખાણીયા રેન્જમાંથી સિંહણનો મૃતદેહ મળ્યો

ગુજરાતમાં એકતરફા રાજ્યસરકાર એશિયાઈ સિંહોને બચાવવા માટે પ્રયત્ન શીલ છે. ત્યારે ગીર જંગલ વિસ્તારમાં સિંહણ નુ એક મૃતદેહ મળી આવતા વન વિભાગે તેની તપાસ હાથ ધરી છે.

ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જમાંથી 6થી 7 વર્ષની ઉંમરની સિંહણનો મૃતદેહ મળ્યો છે. વન વિભાગે મૃતદેહનો કબ્જો મેળવી પીએમ માટે ખસેડ્યો છે. સિંહણનું મોત કેવી રીતે થયું તે કારણ અકબંધ છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ બહાર આવશે. સિંહણના મોતને લઇને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ નજર રાખી રહ્યા છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી