રાજકોટની હદ સુધી સિંહના ધામા, આજી ડેમ નજીક ગાયનું મારણ કર્યું, લોકોમાં ભયનો માહોલ

છેલ્લા એક મહિનાથી સાવજો કરી રહ્યા છે આંટાફેરા, ડરનો માહોલ

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહે ધામા નાંખ્યા છે, ત્યારે ગઈ કાલે રાત્રે રાજકોટ શહેરની હદમાં સિંહ પહોંચ્યા હોવાના અહેવાલ સામે આવતા લોકોમાં ભય ફેલાયો છે. મળતી માહિતી મુજબ ગઈ કાલે રાત્રે રાજકોટ શહેરની હદ સુધી પહોંચી ગયેલા સિંહે આજી ડેમ નજીક કાળુભાઇ બીજલભાઇ મુંધવાની ગાયનું મારણ કર્યું હતું.

ઉલ્લેખનીય છેકે મારણ કરીને ફરી સાવજ વિડી વિસ્તારમાં જતા રહ્યા હતા. વડાળી ગામથી સાવજો રાજકોટ શહેરમાં મારણ કરવા માટે પહોંચ્યા હતા. નોંધનીય છે કે, એક મહિનાથી સાવજો રાજકોટ તાલુકામાં હતા, હવે શહેર તરફ વળ્યા છે. જેને કારણે હવે શહેરીજનોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ગામડાઓમાં છેલ્લા એક મહિનાથી સાવજો આંટાફેરા કરી રહ્યા છે.

આ અગાઉ રાજકોટ જિલ્લાના સરધાર, ત્રંબા, પાડાસણ, ડુંગરપુર, નારણકા, ભાયાસર, કોટડા સાંગાણી, અરડોઈ,રીબડા,ગુંદાસરા,રાજપરા,વડાળી,લોધીડા પડવલા સહિત 25 જેટલા ગાંડાઓમાં સિંહે ધામા નાંખ્યા છે અને હવે રાજકોટની ભાગોળે સિંહ પહોંચી ગયા છે.

 230 ,  1