આમીરખાન માટે સિંહોને કલાકો સુધી બંધક બનાવ્યા, હાઇકોર્ટમાં અરજી

 અભિનેતા આમીરખાનની સાસણ મુલાકાત વિવાદમાં ફસાઈ

આમીરખાનના કાફલા સહિત અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ

ગુજરાતના પ્રવાસે આવેલા આમિરખાનને લઇ વિવાદ સર્જાયો છે. સાસણમાં આમિર ખાન માટે વન અધિકારીઓએ સિંહોને કલાકો સુધી બંધક બનાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે. જેને લઇ હાઇકોર્ટમાં અરજી થઇ છે.

હાલ અભિનેતા આમિરખાન તેની ફેમિલી સાથે ગુજરાતમાં છે. ત્યારે પ્રવાસના પહેલા દિવસે 26 ડિસેમ્બરના રોજ પોતાની એનિવર્સરી મનાવવા સાસણમાં ગયા હતા. આ દરમિયાન તેણે જંગલમાં એશિયાટીક સિંહોના દર્શન કર્યા હતા. આમિર ખાને સાસણ ગીરમાં ત્રણ કલાક સુધી સિંહ દર્શન કર્યા હતા આ દરમિયાન નવ વિભાગની આખી ટીમ ત્યાં હાજર રહી હતી. પરંતુ હવે આ મામલે આમીરના કાફલા સહિત અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

હાઇકોર્ટમાં કરેલી અરજીમાં વન વિભાગે અભિનેતા માટે ગેરકાયદે સિંહદર્શન કરાવ્યાનો આરોપ લાગ્યો છે. જેથી અરજીકર્તાએ આમીર ખાનનાં કાફલા સહિત અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. અરજીમાં એવું કહેવામાં આવ્યું છે કે, કલાકો સુધી વન્યપ્રાણીઓને અભિનેતા માટે બંદી બનાવવામાં આવ્યા હતા.

બોલિવૂડ ફિલ્મ સ્ટાર આમીરખાન સાસણગીર મુલાકાત મામલે સામાજિક કાર્યકરે હાઇકોર્ટમાં ફરીયાદ કરી છે કે, આમીરખાનની સાસણ મુલાકાત દરમિયાન વન વિભાગે ગેરકાયદે સિંહ સિંહણો રસ્તા પર મુકયા હતા. અને કલાકો સુધી વન્ય પ્રાણીઓને બંદી બનાવી દર્શન કરાવ્યા હતા. સામાજિક કાર્યકર અને પર્યાવરણ પ્રેમી ભનુ નાગા ઓડેદરાએ ગુજરાત હાઇકોર્ટમાં અભિનેતા સહિત વન વિભાગના અધિકારીઓ વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી છે.

બોલિવૂડના પ્રસિધ્ધ અભિનેતા આમીરખાન પરિવાર સાથે ગીરના પ્રવાસે આવ્યા હતો. સાસણ નજીકના જંગલમાં 13 સિંહના દર્શન કર્યા હતા. બાદમાં જણાવ્યું હતું. કે ગીર જંગલ વિશે જે સાંભળ્યું હતું. તેનાથી પણ આ સ્થળ વિશેષ છે.

બોલીવડના પ્રસિધ્ધ અભિનેતા આમીરખાન તેના પત્ની, પુત્ર – પુત્રી તેમજ તેના મિત્રો મળી અંદાજે 50 જેટલા લોકો પોરબંદર ચાર્ટર પ્લેનમાં આવ્યા બાદ મોટર માર્ગે સાસણ નજીક આવેલી હોટલમાં પહોંચ્યા હતા. આમીરખાન તથા તેના પરિવાર તેમજ તેની સાથે આવેલા અન્ય લોકોએ જીપ્સીમાં જંગલમાં જઈ સિંહદર્શન કર્યા હતા. રૂટ પર તેઓને અંદાજે 13 સિંહ જોવા મળતા તેઓ રોમાંચીત થઈ ગયા હતા.

 79 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર