…તો શું હવે બુટલેગરો ટ્રેન મારફતે કરી રહ્યા છે દારૂની હેરાફેરી ! Video

બુટલેગરોને રોડ મારફતે દારૂનો જથ્થો લાવવો મુશ્કેલ થતા હવે ટ્રેન મારફતે દારૂની હેરાફેરી થતી હોવાની માહિતી સામે આવી છે. હાવડા-અમદવાદ ટ્રેનમાંથી દારૂ જથ્થો વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-2 પર પોલીસ કેબીન પાસે ઉતારવામાં આવ્યો હતો. જેમાં કોથળામાં ભરેલી 20થી વધુ દારૂની પેટીઓ હતી. આ મામલે રેલવે પોલીસ પણ અજાણ હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર દારૂની પેટીઓ ઉતાર્યા બાદ કુલીઓ દારૂની પેટીઓ દિનેશ મિલ પાસે આવેલા બ્રીજ નજીક પહોંચાડતા હોય તેવું જાણવા મળ્યું છે. આ બાબતનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.

જુઓ વીડિયો…

વડોદરા રેલવે સ્ટેશન પર કોથળામાં દારૂ ભરેલો પડ્યો હોવાની માહિતી મળતા મીડિયા પહોંચી ગયું હતું. જેથી રેલવે તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. કુલીઓ અને બુટલેગરોની સાંઠગાંઠથી દારૂની હેરાફેરી થતી હોવાનું જાણવા મળ્યું છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી