દહેગામના કનિપુર ગામમાંથી ઝડપાયો વિદેશી દારૃ, એક શખ્સની અટકાયત

દહેગામ તાલુકાના કનિપુર ગામમાં વિદેશી દારૃનો જથ્થો ઝડપાયો છે. બાતમીને આધારે પોલીસે દરોડા પાડતાં 1392 વિદેશી દારૃની બોટલો કબ્જે કરી છે.

ઘટનાની મળતી વિગત મુજબ, દહેગામ તાલુકાના કનીપુર ગામની સીમમાં વિદેશી દારૃનો મોટો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ ખેતરમાં પહોંચે તે પહેલા નાસભાગ મચી ગઇ હતી. જો કે બેમાંથી એક આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એક આરોપી અંધારાનો લાભ લઇ ફરાર થઇ ગયો હતો. આ દરમિયાન સ્થળ પર તપાસ કરતા વિદેશી દારૃની બોટલો મળી આવી હતી.

હાલ પોલીસે રૂ.69,600ના દારૃ અને મોબાઇલ સહિત 72,100નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

 82 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી