આ એક્ટ્રેસે પોતાની બન્ને દીકરીઓને પહેરાવી સાડી

બોલિવૂડ એક્ટ્રેસ લિઝા રે હાલમાં પોતાના માતૃત્વની મજા માણી રહી છે. ભલે લીઝા ફિલ્મોથી દૂર હોય પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે મોટેભાગે પોતાની પર્સનલ લાઈફની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં લીઝાએ એક વર્ષની પોતાના ટ્વિન્સ દીકરીઓની સાડી પહેરેલ કેટલીક તસવીર શેર કરી છે. બન્નેની આ ક્યૂટ તસવીર ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

જ્યારે તેમણે બંને દીકરીઓને લાલ સાડી પહેરાવીને તેમના ફોટા ઈન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યા તો લીસાનાં ફોલોઅર્સ તેના ફૅન થઈ ગયા હતા. લીસાએ આ ફોટોઝની સાથે બહુજ પ્રેમાળ કેપ્શન પણ લખ્યુ હતુ.

આ બંને સુંદર સાડીઓને મારી બહેન આકાંક્ષાએ કોલકાતાથી મોકલી છે. આ પોસ્ટમાં લીસા દ્વારા અપાયેલા હૅશ ટૅગમાં જાણ થાય છે કે, તેમની બાળકીઓનું નામ ટૂટૂ અને મામોની છે.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી