ગુજરાતમાં ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, સ્મૃતિ ઈરાની સહિત આ દિગ્ગજોને ઉતાર્યા મેદાને

 સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

અલ્પેશ ઠાકોર તેમજ સાંસદ નરહરિ અમીનને પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન મળ્યું

ગુજરાતમાં છ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલુ થઈ ગયો છે. આ ચૂંટણી માટે ભાજપે સ્ટારપ્રચારકોની યાદી જાહેર કરી છે અને તેમાં ભાજપના 20 દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરાયો છે.

ભાજપે જે યાદી જાહેર કરી તેમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને રાષ્ટ્રીય ઉપપ્રમુખ ભારતીબેન શિયાળનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા, સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા, તથા ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા પણ યાદીમાં છે. ગુજરાત સરકારના પ્રધાનો પ્રદીપસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપત વસાવા, અને કુંવરજી બાવળિયા પણ યાદીમાં છે. આઈ કે જાડેજા, જસવંતસિંહ ભાભોર, નરહરી અમિન, શંભુપ્રસાદ ટુંડિયા, જ્યોતિબેન પંડ્યા, રણછોડ રબારી અને અલ્પેશ ઠાકોર પણ યાદીમાં છે.

અલ્પેશ ઠાકોર વિધાનસભાની ચૂંટણી હારી ગયા હોવા છતાં ઠાકોર મતદારોને આકર્ષવા તેમને સ્ટાર પ્રચારક બનાવાયા છે. રણછોડ રબારી પાટણના છે અને તેમને પણ ઉત્તર ગુજરાતના રબારી સમાજના મતદારોને આકર્ષવા સ્ટાર પ્રચારક બનાવાયા હોવાનું મનાય છે.

છ મહાનગરપાલિકાઓ માટે ભાજપના 20 સ્ટાર પ્રચારકોનું લિસ્ટઃ

 • સીઆર પાટીલ (પ્રદેશ પ્રમુખ)
 • વિજય રૂપાણી (મુખ્યમંત્રી)
 • નીતિન પટેલ (ડે. CM)
 • સ્મૃતિ ઈરાની (કેન્દ્રીય મંત્રી)
 • ભારતીબેન શિયાળ (નેશનલ વાઈસ પ્રેસિડેન્ટ)
 • પરસોત્તમ રૂપાલા (કેન્દ્રીય મંત્રી)
 • મનસુખ માંડવીયા (કેન્દ્રીય મંત્રી)
 • ભીખુભાઈ દલસાણિયા (પ્રદેશ જનરલ સેક્રેટરી)
 • ગોરધન ઝડફિયા (સ્ટેટ વાઈસ પ્રેસિડેન્ટ)
 • ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (રાજ્ય મંત્રી)
 • ગણપત વસાવા (રાજ્ય મંત્રી)
 • કુંવરજી બાવળિયા (રાજ્ય મંત્રી)
 • આઈકે જાડેજા (પ્રદેશ પ્રવક્તા)
 • પ્રદિપસિંહ જાડેજા (રાજ્ય મંત્રી)
 • જસવંતસિંહ ભાભોર (સાંસદ)
 • નરહરિ અમીન (સાંસદ)
 • શંભુનાથ ટુંડિયા ( સ્ટેટ પ્રેસિડેન્ટ, SC મોર્ચા)
 • ડો. જ્યોતિ પંડ્યા ( સ્ટેટ પ્રેસિડેન્ટ, મહિલા મોર્ચા)
 • રણછોડ રબારી (પૂર્વ મંત્રી)
 • અલ્પેશ ઠાકોર (પૂર્વ ધારાસભ્ય)

 222 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર