‘રાણો રાણાની રીતે..’ લોક સાહિત્યકાર દેવાયત ખવડે હાથમાં લીધો ધોકો

પાર્કિંગ બાબતે ઝપાઝપી થતાં પોડાશી સામે રૌફ જમાવ્યો

ગુજરાતનાં જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડને લઈને સોશિયલ મીડિયામાં એક વિડિયોના સ્ક્રિન શોટ્સ વાયરલ થઈ રહ્યા છે જેમાં કલાકાર કોઈ માથાકૂટને લઈને પોતાની સોસયાટીમાં હાથમાં ધોકા અથવા લાકડી જેવી કોઈ વસ્તુ સાથે દેખાઈ રહ્યા છે અને કોઈ વ્યક્તિ તેને રોકી રહ્યા છે.

રાજકોટના કાલાવડ રોડ પર આવેલી રવિ રત્ન પાર્ક સોસાયટીમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડે કાર પાર્કિંગ મુદ્દે હોબાળો મચાવ્યો હતો અને લાકડી લઇને તેના જ પાડોશીને મારવાનો પ્રયાસ કર્યો હતો. માથાકૂટ થતા લોકો એકઠા થયા હતા અને પોલીસ પણ દોડી આવી હતી, જો કે બંન્ને વચ્ચે સમજાવટ બાદ સમાધાન થયું હતુ અને ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

વિગત મુજબ, રવિરત્ન પાર્કમાં કાર પાર્કીંગ મુદ્દે પાડોશીઓ વચ્ચે ઝધડો ચાલતો હતો. એક સરકારી કોન્ટ્રાકટર અને એક સરકારી કર્મચારી હતા જેથી સરકારી કોન્ટ્રાક્ટરને કાર રાખવા મુદ્દે સરકારી કર્મચારીએ ટપાર્યા હતા જેથી સરકારી કોન્ટ્રાક્ટર અને કર્મચારી વચ્ચે ઝધડો થયો હતો જેથી પોતાના મિત્રને મદદ કરવા માટે દેવાયત પણ રૌફ જમાવવા આગળ આવ્યા હાતા અને લાકડી લઇને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી