લો બોલો …પુત્રીની લાલસામાં માતાપિતાએ તરછોડ્યો નવજાત પુત્રને !

પહેલા ના સમયમાં લોકો પુત્રની લાલસામાં પુત્રીઓને દૂધપીતી કરતા હતા. પરંતુ હવે દીકરી પણ દીકરાની તોલે આવી જતા લોકો સાંજ અને દેશ માં હવે પુત્રી ને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે.

આવી જ એક ઘટના તાજેતરમાં સામે આવી છે. જેમાં રાજ્ય માં આવેલા સુરત વિસ્તારમાં બનેલો આ એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને ભલભલા વિચારમાં પડી જશે. પહેલા જો પુત્રી જન્મ થાય તો તેને ત્યજી દેવાની ઘટના અનેક વખત સામે આવી છે પરંતુ હવે પુત્રીની આશા વચ્ચે પુત્ર જન્મ થતા તેને ત્યજી દેવાની ઘટના સામે આવી છે. પોલીસે માતા પિતાની ધરપકડ કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સુરત માં આવેલા સીંગણપોરનાં વણઝારા વાસ તાપી નદીના કિનારે કડકડતી ઠંડીમાં ઝાડીમાંથી રડવાનો અવાજ આવ્યો હતો. તપાસ હાથ ધરતા ત્યાંથી નવજાત શિશુને ત્યજી દેનારા નિષ્ઠુર માતા-પિતાને શોધી કાઢવામાં ચોકબજાર પોલીસે સફળતા મળી છે. હાલ પોલીસે તે ત્યજાયેલા બાળકના માતાપિતાની ધરપકડ કરી દેવાઈ છે.

બનેલ ઘટના અનુસાર સુરતનાં સીંગણપોર ગામનાં ટેકરા ફળિયામાં એક અઠવાડિયા પહેલા એક યુવાન રાત્રે આઠેક વાગ્યાનાં અરસામાં વણઝારા વાસની પાછળ તાપી નદીનાં કિનારે બેસવા ગયો હતો. ત્યારે એક યુવકને રાત્રિનાં ઘોર અંધકારમાં કડકડતી ઠંડી વચ્ચે માસુમનાં રડવાનો અવાજ સંભળાયો હતો. તે યુવાને તે જગ્યા પર જઇને તપાસ્યું કે, એક દિવસનું તાજુ જન્મેલું માસુમ બાળક ઝાડી-ઝાંખરામાં ત્યજી દેવાયેલી હાલતમાં મળ્યું હતું.

જે બાદ તેમને તાતકાલિક પોલીસને જાણકારી આપે દેવાઈ હતી. આ બાબતે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. જોકે પોલીસ તપાસમાં આ બાળક ત્યાંજ રહેતા ટ્રક ડાઇવર મંગુભાઇ નરસિંહ વણઝારા અને ગંગાબેન મંગુભાઇ વણઝારાનુ હોવાનું સામે આવતા પોલીસે આ દંપતીની પૂછપરછ કરીને તેઓની ધરપકડ કરી હતી.

ધરપકડ ની સાથે પૂછપરછ દરમિયાન આ દંપતીએ કબૂલાત કરી હતી કે, લગ્ન જીવન દરમિયાન ત્રણ સંતાનમાં ત્રણેય બાળક હતા. દંપતીને પુત્રી જન્મશે તેવી આશા હતી પરંતુ બાળક જન્મ થતાં માસુમ બાળકને ત્યજી દીધું હતું.

 4 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર