સ્કુલે જતી વિદ્યાર્થીનીને ટ્રકે કચડી નાખી, સ્થાનિકોમાં રોષ

અમદાવાદ શહેરના એસપી રિંગ રોડ પર વસ્ત્રાલ ચાર રસ્તા પાસે આજે વહેલી સવારે  રન એન્ડ હીટની ઘટના બની હતી. ટ્રકચાલકે સાઈકલ પર જતી વિદ્યાર્થિનીને ટક્કર મારતા તે નીચે પટકાઈ હતી અને વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. રોષે ભરાયેલા લોકોએ ટ્રક પર પથ્થરમારો કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે વહેલી સવારે થયેલા અકસ્માત બાદ રોડ પર સ્થાનિકોના ટોળા એકઠા થયા હતા. રોષે ભરાયેલા લોકોએ રોડ પર ચક્કાજામ કરી એક તરફનો રસ્તો બંધ કરાવી દીધો હતો. લોકોએ જણાવ્યું હતું કે અવાર-નવાર અહિંયા અકસ્માત થતા હોય છે અને લોકો મોતને ભેટે છે. અકસ્માત ન થાય તે માટે રોડ પર સ્પીડ બ્રેકર બનાવવા જોઈએ તેની સ્થાનિકોએ માંગ કરી હતી. ટ્રાફિક અને સ્થાનિક પોલીસ રસ્તો ખુલ્લો કરાવતા લોકોએ ટ્રક પર પથ્થરમારો કર્યો હતો.

ડીસીપી સહિતના અધિકારીઓ અને પોલિસ કાફલો ઘટના પર આવી ને ભીડને કાબુમા લેવા તજવીજ હાથ ધરી હતી, પ્રાથમિક તપાસ અનુસાર મૃતક વિદ્યાર્થિની વસ્ત્રાલની માધવ સ્કૂલમાં અભ્યાસ કરતી હોવાનું સામે આવ્યું છે.

 9 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર