September 19, 2020
September 19, 2020

લોન પર મોરેટોરિયમ 2 વર્ષ સુધી લંબાવવાનો પ્રસ્તાવ, સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું

બે વર્ષ સુધી લોન મોરેટોરિયમ વધારવાને લઇને કેન્દ્રની સુપ્રિમ કોર્ટમાં એફિડેવિટ

લોન મોરેટોરિયમ પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું આપ્યું છે. સરકાર એવા સંકેત આપ્યા છે કે મોરેટોરિયમને બે વર્ષ સુધી લંબાવામાં આવી શકે છે. પરંતુ તે કેટલાક સેક્ટરને જ મળશે.

સરકારે યાદી સોંપી છે કે કયા સેક્ટરને ભવિષ્યમાં રાહત આપવામાં આવી શકે છે. હવે આ મામલામાં આગામી સુનાવલી કાલે એટલે કે બુધવારે થશે. સરકાર તરફથી રજૂ સોલિસિટર જનરલે કહ્યું કે, એવા સેક્ટરની ઓળખ કરી રહ્યા છે જેમને રાહત આપવામાં આવી શકે છે, એ જોતા કે તેમને કેટલું નુકસાન થયું છે. તેની પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલામાં હવે વધુ વિલંબ ન કરી શકાય.

ગત અઠવાડિયે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા કહ્યું કે લોન મોરેટોરિયમ મામલે સરકાર પોતાનું વલણ સ્પષ્ટ કરે અને આ મુદ્દે જલ્દી એફિડેવિટ દાખલ કરે. લોન મોરેટોરિયમ એટલે કે લોનના હપ્તા ચુકવવા માટે મળેલા સમય દરમિયાન વ્યાજ માફીના અનુરોધવાળી એક અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું, અર્થવ્યવસ્થા જે સમસ્યાઓનો સામનો કરી રહી છે, તેની પાછળ એક જ કારણ લોકડાઉન છે.

 19 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર