September 21, 2020
September 21, 2020

લોન મોરિટેરિયમ મામલો, સુપ્રીમ કોર્ટે સરકારને આપ્યો બે સપ્તાહનો સમય

NPA જાહેર ન કરવાનો વચગાળાનો આદેશ જારી રહેશે

લોન મોરેટોરિયમ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનવણી હાથ ધરાઇ હતી. આ મામલે કોર્ટે સુનાવણી બે સપ્તાહ માટે ટાળી દીધી છે. કેન્દ્ર સરકારે મામલાની સુનાવણી બે સપ્તાહ ટાળવાની માગ કરી હતી, જેનો અદાલતે સ્વીકાર કરી લીધો છે. સાથે કોર્ટે કહ્યું કે, ત્યાં સુધી 31 ઓગસ્ટ સુધી NPA ના થયેલા લોન ડિફોલ્ટરોને  NPA જાહેર ન કરવાનો વચગાળાનો આદેશ જારી રહેશે. આ મામલે આગામી સુનાવણી 28 સપ્ટેમ્બરે થશે. 

મામલાને વારંવાર ટાળવામાં આવતા સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. સુનવણી દરમિયાન કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું કે ઉચ્ચત્તમ સ્તર પર વિચાર થઈ રહ્યો છે. રાહત માટે બેંકો અને અન્ય હિતધારકોની સલાહમાં 2થી 3 બેઠક થઈ ચૂકી છે અને ચિંતાઓની તપાસ કરવામાં આવી રહી છે. કેન્દ્રએ 2 અઠલાડિયાનો સમય માંગ્યો હતો. જેના પર કોર્ટે પુછ્યું હતું કે 2 અઠવાડિયામાં શું થવાનું છે? તમારે અલગ અલગ સેક્ટર માટે કંઈક કોંકરીટ કરવું પડશે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુનવણી કરી રહેલા જસ્ટિસ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમ આર શાહની 3 જજોની બેંચે સુનવણી કરી.

IBA તરફથી રજૂ થયેલા હરીશ સાલ્વેએ કહ્યુ કે, સરકારે કોઈ સ્પષ્ટ નિર્ણય લીધો નથી, એક નવો પ્રસ્તાવ આવ્યો છે , જેને રજીસ્ટર કરવાનો છે. તેમણે કહ્યુ કે, નિયમો પર અમલ કરવામાં આવશે, સ્ટેટ બેન્કે દિશા-નિર્દેશ લાગૂ કર્યાં હતા. 

સાલ્વેએ કહ્યુ કે, વીજળી ક્ષેત્રો માટે રાજ્યોએ નિર્ણય લેવાનો છે, લૉકડાઉન સમાપ્ત થઈ ગયું છે, તેનું નુકસાન કોણ ઉઠાવશે. વરિષ્ઠ વકીલ  CA સુંદરમે મોરિટેરિયમ અવધિ 2 સપ્તાહ વધારવાની માગ કરી હતી. તેમણે કહ્યું કે, બેન્ક તમે કહી રહ્યાં છો કે મોરિટેરિયમ અવધી નથી, બેન્ક કહી રહી છે કે તે એનપીએ જાહેર કરશે નહીં. તમારી જવાબદારી શરૂ થઈ ગઈ છે, 6 મહિનાના વ્યાજને ડેબિટ કરવામાં આવી રહ્યું છે. રાજીવ દત્તે એક અરજીકર્તા તરફથી રજૂ થતાં કહ્યુ કે, અમને ખુશી છે કે સરકાર કોર્પોરેટ લોનનું પુનર્ગઠન કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તે યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે સામાન્ય લોકો પીડિત છે. 

શું છે મોરેટોરિયમ

ખરેખર, લોન મોરેટોરિયમ એક એવી સુવિધા છે, જેના હેઠળ કોરોના પ્રભાવિત ગ્રાહકો અથવા કંપનીઓને છૂટ આપવામાં આવી હતી. જેના હેઠળ ગ્રાહકો અને કંપનીઓની પાસે આ સુવિધા હતી કે તેઓ પોતાના મંથલી EMIને ટાળી શકે છે. આ સુવિધા સાથે ગ્રાહકોને રાહત તો મળી જાય છે, પરંતુ તેઓ આગળ જઇને વધારે રૂપિયા ચુકવવા પડે છે.

 49 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર