બંગાળની ચૂંટણીઓમાં સ્થાનિક પોલીસને મતદાન મથકથી દુર રખાશે- વિવાદ

TMC પક્ષ દ્વારા ચૂંટણીપંચ સમક્ષ નોંધાવવામાં આવ્યો વિરોધ

પશ્ચિમ બંગાળમાં હજુ આઠ તબક્કા પૈકી પહેલા તબક્કાનું મતદાન પણ યોજાયું નથી. તે પહેલા રાજકીય ક્ષેત્રે એક પછી એક વિવાદો થઇ રહ્યા છે. ચૂંટણીપંચે નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણીઓ યોજવા માટે બંગાળ પોલીસના જવાનોને મતદાન મથકથી 100 મીટર દુર ઉભા રહેવાનો આદેશ આપ્યો છે. ચૂંટણીપંચ સમક્ષ એવી ફરિયાદો ભાજપ દ્વારા થઇ છે કે સ્થાનિક પોલીસ દ્વારા ટીએમસીની તરફેલ કરવામાં આવે તેમ હોવાથી દરેક મતદાન મથક ખાતે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની ટૂકડીઓ મૂકવી જોઇએ.

ટીએમસીના એક પ્રતિનિધિ મંડળે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય ચૂંટણીપંચ સમક્ષ એવી રજૂઆત કરી કે, કોઇપણ રાજ્યની પોલીસ નિષ્પક્ષ અને તટસ્થ હોય છે. બંગાળમાં પણ પોલીસને મતદાન મથકથી 100 મીટર દુર ઉભા રહેવાના આદેશથી પોલીસના નૈતિક મનોબળ ઉપર ગંભીર અસર પડી શકે તેમ હોવાથી ચૂંટણીપંચે તેના નિર્ણયમાં પુન: વિચારણા કરવી જોઇએ. ટીએમસી દ્વારા એવી પણ માંગણી કરવામાં આવી વીવીપીએટ – વ્યાપતની રસીદોની ચકાસણી સો ટકા થવી જોઇએ. જેથી ચૂંટણીમાં કોઇ ગેરરીતિ ન થાય.

 21 ,  1