અમદાવાદ શહેરના આ વિસ્તારમાં સ્થાનિકોએ જાહેર કર્યુ સ્વૈચ્છિક લોકડાઉન

એક જ અઠવાડિયામાં કોરોનાથી 6 લોકોના મૃત્યુ થતા લેવાયો નિર્ણય

કોરોના વાયરસને લઇ અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં સ્થાનિકો દ્વારા સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે. રાધાસ્વામી રોડ પર આવેલી 50થી વધુ સોસાયટીઓએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે. એક જ અઠવાડિયામાં કોરોનાથી 6 લોકોના મૃત્યું થતા આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી આગામી 10 દિવસ સુધી સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે.

કોરોના વાયરસની મહામારીને લઈ તમામ લોકોએ સર્તક રહેવાની જરૂર છે. અમદાવાદમાં કોરોના વાયરસને લઈને ફરી એક વખત લોકોએ જાગ્રૃત રહેવાની જરૂર છે. અમદાવાદના ઉત્તર પશ્રિમ ઝોનની જનતાને વધુ સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે ઉત્તરપશ્ચિમ ઝોનમાં ફરી કોરોનાના એક્ટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે.

ચાંદલોડિયા ગોતા અને બોડકદેવ વિસ્તારમાં કોરોના એક્ટીવ કેસનો આંકડો 513 પર પહોંચ્યો છે. પશ્ચિમ ઝોનમાં 507, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 495, મધ્યઝોનમાં 317 અને ઉત્તર ઝોનમાં 360 એક્ટીવ કેસનો આંક પહોંચ્યો છે.

દક્ષિણ ઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 435 અને પૂર્વ ઝોનમાં 369 નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ખાનગી હોસ્પિટલમાં બે દર્દીઓના મૃત્યુ પણ થઈ ચૂકયા છે. અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 38 હજાર 418 છે.

ગુજરાતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1 લાખ 67 હજારને પાર થયા છે. તો મૃત્યુઆંક 3689 પર પહોંચી ગયો છે. રાજ્યનો રિકવરી રેટ 89.46 ટકા થઈ ગયો છે. 

કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 13 હજાર 936 છે. જેમાં 65 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 13871 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 1 લાખ 49 હજાર 548 દર્દીઓ સાજા થયા છે. 

 112 ,  1