ડિસામાં ભારે ગંદકી જોઈ સ્થાનિકો નગરપાલિકા પર રોષે ભરાયા

ઉત્તર ગુજરાતમાં લોકો ચોમાસાની રાહ જોઈને બેઠા છે. અને થોડા જ દિવસોમાં વરસાદનું આગમન થઈ શકે તેમ છે. પરંતુ લોકો જેની રાહ હોયને બેઠા છે તે ચોમાસુ જ પાલિકાની બેદરકારીથી લોકો માટે મુશ્કેલી લાવી શકે છે.

વાત છે ડીસા શહેરમાં આવેલા પિન્ક સિટી વિસ્તારની તો આ વિસ્તાર શહેરના સૌથી ઊંચાણ વાળો વિસ્તાર માનવમાં આવે છે અને હજુ તો ચોમાસનું આગમન પણ થયું નથી અને અત્યારથી જ આ વિસ્તારમાં જાહેર માર્ગો પર ગટરનું પાણી રેલાઈ રહ્યું છે.

આ વિસ્તારની તમામ ગટરો સફાઈના અભાવે ચોક અપ થઈ ગઈ છે અને તેના લીધે ગટરનું ગંદુ અને દુર્ગંધ મારતું પાણી જાહેર માર્ગો પર રેલાઈ રહ્યું છે. ચોમાસા પહેલા જ આવા હાલ થઈ જતાં લોકો પણ ત્રાહિમામ થઈ ઉઠ્યા છે. અને અહીથી પસાર થવામાં પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ અંગે સ્થાનિક રહીશો દ્વારા પાલિકા સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનો હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી.. જેને લઈ સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

 53 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી